Wednesday, August 15, 2018

૭૨ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

૭૨ મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમારી ફુલપુરા શાળામાં  ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.મોઢ સમાજના અગ્રણી શ્રી યશોધરભાઇ સાહેબના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો 
તમામ સ્ટાફ ગણ અને વાલીઓ અે હાજર રહી ઉત્સાહથી પ્રોગ્રામને સફળ બનાવ્યો.શાળા ના બાળકો એ વકતૃત્વ સ્પર્ધામાં તથા દેશ ભક્તિ ગીત સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લીધો  વાલીઓ એ બાળકોને  પ્રોત્સાહિત કર્યા 
જય હિંદ.🇮🇳🇮🇳🇮🇳

     




મિઝલ્સ રૂબેલા વેકસીન કેમ્પેઇન અંતર્ગત વાલી મીટીંગ

        આજ રોજ અમારી શાળામાં મિઝલ્સ રૂબેલા રસીકરણ માટે શાળાના આચાર્ય તથા નોડલ શિક્ષક દ્વારા વાલીઓને મોટીવેટ કરવામાં આવ્યા. 

           
                   
                 

ડૉ. વિક્રમ સારાભાઇ જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વકતૃત્વ સ્પર્ધા તા.. 13/8/18

આજ રોજ તા ૧૩/૦૮/૨૦૧૮ ના રોજ અમારી શાળામાં ડૉ વિક્રમ સારાભાઇ ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો  જેમાંથી સારું વક્તવ્ય રજુ કરનારને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા.
       ત્યારબાદ સ્પર્ધાને અંતે આચાર્યશ્રી દ્વારા ભાગ લીધેલ બધા બાળકોને અભિનંદન આપ્યા. અને નોટબુક તથા પેન આપવામાં આવી.

               
    




Friday, August 3, 2018

બીજની વિકાસયાત્રા

            આજે અમારી શાળાના ધોરણ -૫ ના શિક્ષિકા બહેન શ્રી પારૂલબેને વિવિધ પ્રકારના બીજની વિદ્યાર્થીઓને ઓળખ કરાવી. અને  વિવિધ બીજનુ અનાજ, કઠોળ,અને તેલિબિયામાં વર્ગીકરણ કરાવ્યુ. 
             ઘઉં અને મગના બીજના અંકુરણ વિશે માહિતી આપી. બીજને ઊગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે તેની સમજ આપી
            
   


Thursday, August 2, 2018

વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન

           આજ રોજ અમારી શાળામાં  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી .
            સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવી. પછી શ્લોક બોલાવવામા આવ્યો, યૌગિક કિયાઓ જુદા  જુદા 
આસનો અને પ્રાણાયામ કરાવ્યા . અમારી શાળાના શિક્ષિકા બહેન શ્રી દર્શના બેને  બાળકોને જીવનમા  યોગ નુ શુ મહત્વ છે તેની સમજ આપી
.
          પછી  શિક્ષકો અને બાળકોએ સંકલ્પ લીધો.
યોગ કર્યા પછી બધાને ખૂબ મજા આવી .
       
               
                 
                   
                 









પ્રવેશોત્સવ 22 જૂન 2017

            આજ રોજ અમારી શાળામાં ધોરણ -૧ ના બાળકોનો પ્રવેશોત્સવ તેમજ લાઇફ સ્કિલ મેળો યોજવામાં આવ્યો.
                       
  •           માનનીય આરોગ્ય અધિકારી શ્રી અેસ. જે. મકવાણા સાહેબના શુભ હસ્તે ધોરણ -૧ ના બાળકોને કીટ આપવામાં આવી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. 
                       
             લાઇફ   સ્કીલ અને પ્રવેશોત્સવ 22 જૂન 2017  મેળામાં ધોરણ-૬ થી ૮ ના બાળકોનુ કૌશલ્ય જોઇને સાહેબ ખુશ થઇ ગયા અને અભિનંદન આપ્યા અને અમારા સી.આર.સી.સાહેબ શ્રી ધીરજભાઇ સાહેબે પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા
અને અમારો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો