Thursday, September 12, 2019

શિક્ષક દિનની ઉજવણી - 5/9/2019


                      આજે ડૉ. સવૅપલ્લી રાધાકૃષ્ણન ના     જન્મદિવસની "સ્વયં સંચાલિત શિક્ષક દિન" તરીકેની     ઊજવણીમાં અમારી શાળાના   બાળ શિક્ષકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ જાતે શિક્ષક અને આચાર્યશ્રી ,પટાવાળ। બનીને   આખા દિવસ ને સ્વશાસન દિવસ તરીકે ઉજવ્યો........... 
બાળકોએ શિક્ષક, આચાર્ય, પટાવાળા વગેરેના હોદ્દોઓ માં સુંદર કામગીરી કરી.  શ્રેષ્ઠ શિક્ષણ આપનાર શિક્ષકોને  ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા...
        "શિક્ષક એક સડક સમાન હોતા હૈ, ખુદ વહી        ખડા  રહતા હૈ, ઔર દુસરો કો આગે ભેજતા હૈ .. "
     













બાળ આચાર્ય ઉર્વશી બેન





Thursday, September 5, 2019

જિલ્લ। કક્ષ।એ યુવા ઉત્સવ તેમજ બાળ પ્રતિભા ઉત્સવ તા.27/8/2019

                   આજરોજ તા.27/8/19ને મંગળવારે એચ.એન.જી .યુ પાટણ કનવેનશન હોલ ખાતે જિલ્લ।કક્ષાનો યુવા ઉત્સવ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. તેમાં અમારી શાળાના બાળકોએ નિબંધ સ્પર્ધા,  લોકગીત સ્પર્ધા ,ભજન સ્પર્ધા,સમૂહગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃત્તિ, તબલા વાદન, લોકનૃત્ય , લગ્નગીત સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લીધો.યુવા ઉત્સવ માં શિક્ષિકા બહેન શ્રી હીનાબેને કાવ્ય લેખન સ્પર્ધા માં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી વિજેતા થયા એ બદલ બહેનશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન.  શિક્ષિકા બહેન  શ્રી રાહીબેને કાવ્ય લેખન  તેમજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો. તેઓ શ્રી કાવ્ય લેખન સ્પર્ધા માં બીજો નંબર મેળવી સફળ રહ્યા. શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા માં  પણ ત્રીજા નંબરે વિજેતા થયા.બહેન શ્રી નેખૂબ ખૂબ અભિનંદન.........
              લગ્ન ગીત સ્પર્ધામાં ધોરણ 8ની બાળાઓ  પ્રથમ નંબરે વિજેતા થયા .લગ્ન ગીત ટીમને ખૂબ ખૂબ અભિનંદન. લોકગીત સ્પર્ધા માં પૂનમબેન મનુજી ઠાકોર બીજા નંબરે વિજેતા થયા. ઢોલક વાદ્ય માં દશરથભાઇ પ્રથમ નંબરે વિજેતા થયા. આદિવાસી લોકનૃત્ય માં ત્રીજો નંબર આવ્યો. ચિત્ર સ્પર્ધા માં મનીષભાઈ બીજા નંબરે વિજેતા થયા.નિબંધ સ્પર્ધા માં મૈત્રિકભાઈ પણ ત્રીજા નંબરે વિજેતા થયા.
                  બધા બાળકો એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેરો ઉત્સાહ બતાવ્યો અને શાળા નું નામ રોશન કર્યું.  બાળકોને ખૂબ મજા આવી .ખૂબ ખૂબ અભિનંદન બાળકોને..............

બાળ વક્તા - મૈત્રિક

શૌર્યગીત ગાતી વીર બાળાઓ

       







Wednesday, July 3, 2019

Lifeskill and balmelo -2019


           આજરોજ અમારી  શાળામાં તારીખ ૨૬/૦૬/૨૦૧૯ ના રોજ બાળ મેળા(ધોરણ૧થી૫) અને લાઇફસ્કીલ મેળાનું (ધોરણ ૬ થી ૮) આયોજન કરવામાં આવ્યું.જેમા શાળાના મુખ્ય શિક્ષક,સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ભાગ લઇ અનેરો ઉત્સવ ઉજવ્યો હતો.

જેમાં અલગ-અલગ ચાર્ટ, કાગળકામ, છાપકામ, ચિટક કામ,ચિત્રોમાં રંગપૂરણી, હેર સ્ટાઇલ બનાવવી ,રંગોળી પૂરવી,મહેંદી મૂકવી તવી ઉપર ડિઝાઇન દોરી રંગ પૂરવા, સાઈકલ પંક્ચર રીપેર કરવુ, ફયુઝ બાંધતા શીખવું, રૂ માંથી દિવેટ બનાવવી, માટીકામ, કૂકર ને ઢાંકણ બંધ કરવુ,  વગેરે કામ બાળકો દ્નારા કરવામાં આવ્યા હતા જેમાં તમામ બાળકોએ ઉલ્લાસથી ભાગ લીધો હતો.

     માનવજીનની તમામ પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ એ આનંદની પ્રાપ્તિ હોય છે.  એ નિઃશંક વાત છે. આમ, તો માનવી આજના યુગમાં આનંદપ્રાપ્તિના અનેકાનેક સાધનો છે, પણ સર્જનનો આનંદ તે સર્વમાં શ્રેષ્ઠ છે. શાળા કક્ષાએ બાળકો માટે સર્જનની વિશાળ તકો રહેલી છે, એ પછી ચિત્ર હોય, માટીકામ હોય, કાગળકામ હોય કે પછી વિવિધ છાપ ઉપસાવવાનું કામ હોય આ સર્વ સર્જન બાળકોમાં છુપાયેલી સર્જન શક્તિને વિકસાવવાની સાથે સાથે સર્જનના આનંદમાં આળોટવાની તક પણ આપે છે. આવા જ સર્જનમાં તન્મય અમારી શાળાના બાળકો નીચેની તસવીરોમાં જોઈ શકાય છે.
         
     
બાળકોની અમૂર્ત કલ્પનાનું મૂર્ત રૂપ.........

 
રંગપૂરણી કરતા બાળકો 


હેર સ્ટાઇલ 

માટીની કલાડી ઉપર રંગપૂરણી

કાગળકામ કરતા બાળકો 

શિક્ષિકા બહેન સાથે છાપકામ કરતા ભૂલકાઓ 

માટીની મજા...... 

આસોપાલવના તોરણ બંધાવુ..........
સાઈકલ મારી સરરર જાય....... 
વજન અને ઉંચાઇ માપતા બાળકો 
ચીટકકામ

સહિયર મહેંદી લેશુ...... 
મારુ સર્જન
   

માર્ગદર્શન આપતા શાળાના શિક્ષિકા બહેન શ્રી ઉજ્જવલ બેન

કૂકર ને ઢાંકણ બંધ કરતી બાળાઓ

 મારી કલ્પનાઓ...
               

રંગોળી..... 

એક અનોખુ સર્જન......

ઇસ્ત્રી કરતી બાળા 

નવસર્જન.......  

પાંદડામાંથી  પ્રાણી અને પક્ષીના ચિત્રો
                 






            આપને અમારાં બાળકોનું સર્જન કેવું લાગ્યું તે આપ આપના મહામૂલા પ્રતિભાવો થકી અમને।   જણાવશો તો અમારો અને અમારાં બાળકોનો ઉત્સાહ વધશે. 

Friday, March 8, 2019

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી.............. 8 માર્ચ 2019


          "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः"

       
         ૮ મી માર્ચ ૨૦૧૯ નો દિવસ એ"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણીનો દિવસ છે.આજે અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અમારી શાળાનાં શિક્ષિકા બહેન શ્રી રાહીબેન, પારૂલબેન, નિર્મળાબેને  મહિલા દિવસનુ મહત્વ સમજાવ્યું. ભારતના નારી રત્નો વિશે સુંદર છણાવટ કરી. સ્રી એ  સર્જનહારનું ઉત્કૃષ્ટ સર્જન છે .સ્રીએ આગળ  વધવા માટે શિક્ષણ મેળવવું પડશે. સમાજમાં સ્રી જાગૃતિ લાવવા માટે સ્રીઓ એ જ જાગ્રત થવુ પડશે. અને તેના માટે શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. તેવી સમજ બહેન શ્રી નિર્મળાબેને આપી. 

    "Education is the most
      powerful weapon
      which you can use to         
      change  the world "

 કહેવાય છે કે "એક સારી માતા સો શિક્ષકો ની ગરજ સારે છે "બાલિકાઓને ખૂબ વધુ ભણવાની સમજ આપી. 
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ  એ ભારતની મહાન સન્નારીઓ વિશે સરસ મજાનું વક્તવ્ય રજુ કર્યું. આમ મહિલા દિવસની શાનદાર  ઉજવણી  થઇ.   બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. 


મહિલા દિન વિશે વક્તવ્ય આપતા  શ્રી નિર્મળાબેન

રાહીબેન

પારૂલબેન 

બાળવકતા - કમલેશ

અજય

સિધ્ધિ


ઉર્વશી 



અભિ



Thursday, February 28, 2019

National science day -28/2/19

              "   The science
                        Of today is the
                  Technology
                        Of tomorrow "
         આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી..   અમારી શાળાનાં શિક્ષિકા બહેન શ્રી ઉજ્જવલ બેને બાળકોને વિજ્ઞાન દિવસની ઉજવણી અંગે માહિતી આપી  સર સી. વી.રામને કરેલી શોધ વિશે વિગતવાર સમજ આપી.
                 ધોરણ  ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ એ જુદી પ્રવૃત્તિઓ માં  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. જેમાં વિજ્ઞાન ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા તથા વિજ્ઞાન ના ગીતો અને વિજ્ઞાન ના લાભાલાભ વિશે સંવાદ યોજવામાં આવ્યો.  ક્વિઝ માં ત્રણ ટીમ બનાવી. વિજેતા  ટીમને ઈનામ આપવામાં આવ્યું. ભાગ લીધેલ બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. બાળકોને ખૂબ મજા આવી. આમ અમારી આજના દિવસની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઇ.
         ટીમ ફુલપુરા અભિનંદન............








         
             
વિજ્ઞાનના  સાધનો નિહાળતા બાળકો 
   
 
           
     વીડિયો જોવા અહીં ક્લિક કરો