Thursday, September 12, 2019

શિક્ષક દિનની ઉજવણી - 5/9/2019


                      આજે ડૉ. સવૅપલ્લી રાધાકૃષ્ણન ના     જન્મદિવસની "સ્વયં સંચાલિત શિક્ષક દિન" તરીકેની     ઊજવણીમાં અમારી શાળાના   બાળ શિક્ષકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ જાતે શિક્ષક અને આચાર્યશ્રી ,પટાવાળ। બનીને   આખા દિવસ ને સ્વશાસન દિવસ તરીકે ઉજવ્યો........... 
બાળકોએ શિક્ષક, આચાર્ય, પટાવાળા વગેરેના હોદ્દોઓ માં સુંદર કામગીરી કરી.  શ્રેષ્ઠ શિક્ષણ આપનાર શિક્ષકોને  ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા...
        "શિક્ષક એક સડક સમાન હોતા હૈ, ખુદ વહી        ખડા  રહતા હૈ, ઔર દુસરો કો આગે ભેજતા હૈ .. "
     













બાળ આચાર્ય ઉર્વશી બેન





Thursday, September 5, 2019

જિલ્લ। કક્ષ।એ યુવા ઉત્સવ તેમજ બાળ પ્રતિભા ઉત્સવ તા.27/8/2019

                   આજરોજ તા.27/8/19ને મંગળવારે એચ.એન.જી .યુ પાટણ કનવેનશન હોલ ખાતે જિલ્લ।કક્ષાનો યુવા ઉત્સવ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ. તેમાં અમારી શાળાના બાળકોએ નિબંધ સ્પર્ધા,  લોકગીત સ્પર્ધા ,ભજન સ્પર્ધા,સમૂહગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃત્તિ, તબલા વાદન, લોકનૃત્ય , લગ્નગીત સ્પર્ધા માં ઉત્સાહ ભેર ભાગ લીધો.યુવા ઉત્સવ માં શિક્ષિકા બહેન શ્રી હીનાબેને કાવ્ય લેખન સ્પર્ધા માં ભાગ લઇ પ્રથમ નંબર મેળવી વિજેતા થયા એ બદલ બહેનશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન.  શિક્ષિકા બહેન  શ્રી રાહીબેને કાવ્ય લેખન  તેમજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો. તેઓ શ્રી કાવ્ય લેખન સ્પર્ધા માં બીજો નંબર મેળવી સફળ રહ્યા. શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા માં  પણ ત્રીજા નંબરે વિજેતા થયા.બહેન શ્રી નેખૂબ ખૂબ અભિનંદન.........
              લગ્ન ગીત સ્પર્ધામાં ધોરણ 8ની બાળાઓ  પ્રથમ નંબરે વિજેતા થયા .લગ્ન ગીત ટીમને ખૂબ ખૂબ અભિનંદન. લોકગીત સ્પર્ધા માં પૂનમબેન મનુજી ઠાકોર બીજા નંબરે વિજેતા થયા. ઢોલક વાદ્ય માં દશરથભાઇ પ્રથમ નંબરે વિજેતા થયા. આદિવાસી લોકનૃત્ય માં ત્રીજો નંબર આવ્યો. ચિત્ર સ્પર્ધા માં મનીષભાઈ બીજા નંબરે વિજેતા થયા.નિબંધ સ્પર્ધા માં મૈત્રિકભાઈ પણ ત્રીજા નંબરે વિજેતા થયા.
                  બધા બાળકો એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ અનેરો ઉત્સાહ બતાવ્યો અને શાળા નું નામ રોશન કર્યું.  બાળકોને ખૂબ મજા આવી .ખૂબ ખૂબ અભિનંદન બાળકોને..............

બાળ વક્તા - મૈત્રિક

શૌર્યગીત ગાતી વીર બાળાઓ