"ઉજવણી"....ઉજ્જ્વળ ભવિષ્ય ની
સમગ્ર ગુજરાત રાજયમાં 12 જૂનથી શરુ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - 2023 અંતર્ગત અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નં.8 માં તા.13-6-2023 ના રોજ શિક્ષણ નિરીક્ષક શ્રી અનિષાબેન પ્રજાપતિ ની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં લાયઝન ઓફિસર શ્રી ઘીરજભાઈ સાહેબ ,નગર પાલિકાના દંડક શ્રી કનુજી ઠાકોર, દાતા શ્રી જગદીશભાઈ,કોર્પોરેટર શ્રી શારદાબેન, એસ.એમ.સી અધ્યક્ષ શ્રી દિનેશભાઈ તેમજ ભૂતપૂર્વ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ, ભૂતપૂર્વ શિક્ષિકાબેન શ્રી નિર્મળાબેન ,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય શ્રી ભરતભાઇ પટેલે કર્યુ.
ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું.
નવી શિક્ષણ નીતિ મુજબ 5 થઈ 6 વર્ષના બાળકોને બાલવાટિકામાં તેમજ આંગણવાડીના બાળકોને મહેમાન શ્રી ના શુભહસ્તે કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો.
ધોરણ 3 થી 5 માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થી ને મહેમાનોના હસ્તે ઈનામ આપવામાં આવ્યું. અને ધોરણ 1 થી 5 માં 100% હાજરી આપનાર બાળકોને ઈનામ આપવામાં આવ્યું.
ત્યારબાદ નાની બાળાઓ દ્વારા બાળગીત રજુ કરવામાં આવ્યું.
ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ એ સુંદર મજાના યોગ રજુ કર્યા.
આ પ્રસંગે લાયઝન ઓફિસર શ્રી ધીરજભાઈ સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યુ.
ત્યારબાદ માનનીય અધ્યક્ષ બેનશ્રી અનિષાબેને તેમના પ્રવચનમાં કહ્યું હતું કે આ નવા ભવિષ્ય માટે ખૂબ જ સુંદર પ્રસંગ છે.જેમાં સહભાગી થવાનો મોકો વારંવાર મળતો નથી.આ પ્રવેશ મેળવતા બાળકો ખૂબ જ ભણે સારૂ ભણે અને સતત ભણે તેવી શુભેચ્છા પાઠવી હતી.
દાતા શ્રી જગદીશભાઈ નું માનનીય અધ્યક્ષ શ્રી અનિષાબેન દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
ત્યારપછી માનનીય અધ્યક્ષ દ્વારા ટ્રાન્સપોર્ટેશન નું ઉદ્ઘાટન લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું.અને પધારેલ મહાનુભાવોના શુભ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
શાળાના શિક્ષિકાબેન શ્રી પટેલ પારુલબેને સર્વે પધારેલ મહાનુભાવોનો વાલીગણ નો આભાર વ્યક્ત કર્યો.અને કાર્યક્રમ સંપન્ન થયો.
ત્યારબાદ દાતા શ્રી જગદીશભાઈએ 2100/- રૂપિયા શાળાને ભેટમાં આપ્યા તેમજ બાળકોને શિરો અને મગ તિથિ ભોજન આપવામાં આવ્યું.
બાળકોએ શિરો અને મગ હોંશે હોંશે ખાધા.














































