Thursday, February 28, 2019

National science day -28/2/19

              "   The science
                        Of today is the
                  Technology
                        Of tomorrow "
         આજરોજ અમારી શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી..   અમારી શાળાનાં શિક્ષિકા બહેન શ્રી ઉજ્જવલ બેને બાળકોને વિજ્ઞાન દિવસની ઉજવણી અંગે માહિતી આપી  સર સી. વી.રામને કરેલી શોધ વિશે વિગતવાર સમજ આપી.
                 ધોરણ  ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ એ જુદી પ્રવૃત્તિઓ માં  ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. જેમાં વિજ્ઞાન ક્વિઝ, વકતૃત્વ સ્પર્ધા તથા વિજ્ઞાન ના ગીતો અને વિજ્ઞાન ના લાભાલાભ વિશે સંવાદ યોજવામાં આવ્યો.  ક્વિઝ માં ત્રણ ટીમ બનાવી. વિજેતા  ટીમને ઈનામ આપવામાં આવ્યું. ભાગ લીધેલ બધા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. બાળકોને ખૂબ મજા આવી. આમ અમારી આજના દિવસની ઉજવણી શાનદાર રીતે સંપન્ન થઇ.
         ટીમ ફુલપુરા અભિનંદન............








         
             
વિજ્ઞાનના  સાધનો નિહાળતા બાળકો 
   
 
           
     વીડિયો જોવા અહીં ક્લિક કરો 
        

Thursday, February 21, 2019

માતૃભાષા ગૌરવ દિન

માતૃભાષાનુ મહત્વ  વીડિયો જોવા અહીં ક્લિક કરો  


માતૃભાષા ગૌરવ દિન ની ઉજવણી - 21/2/2019

   ‘મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ દિવસ વિકલ્પ   જ ન હોય."
           

        "  વિશ્વ માતૃભાષા ગૌરવ દિન એટલે 21 મી ફેબ્રુઆરી" આજરોજ અમારી શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ જેવી કે નાટક, વકતવ્ય,  કવિ પરિચય, ગીત વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના શિક્ષકો એ પણ ઞુજરાતી ભાષાનુ મહત્વ સમજાવ્યું. બાળકોને ખૂબ જ મજા આવી.  
             આમ આ ઉજવણી શાળા ના આચાર્ય
 તથા શિક્ષકો  અને  વિદ્યાર્થીઓ એ  ઉત્સાહ ભેર પૂર્ણ કરી.
         "  સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી
                       મળી માતૃભાષા મને ગુજરાતી "
 



નાટક -વીડિયો જોવા અહીં ક્લિક કરો 

Wednesday, February 13, 2019

માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી...

            "  ये तो सच है के भगवान है है मगर  फिर भी अन्जान है
               धरती पे रूप माँ बाप का उस विधाताकी    पहचान है"....
     
               આજરોજ  નગરપ્રાથમિક શિક્ષણસમિતિ,  સિદ્ધપુર સંચાલિત ફુલપુરા પ્રાથમિક શાળામાં  માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. આ મુલ્યવાન પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત  થયા તેમજ પોતાના બાળકો સાથે માતૃ-પિતૃ પૂજન દિવસની હર્ષના આંસુ સાથે ઉજવણી કરી. બાળકોએ પોતાના માતા-પિતાની આરતી ઉતારી  અને આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતા ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપી. 
વિદ્યાર્થાઓએ માતા- પિતા ને   રોજ વંદન કરવાના સંકલ્પ લીધા. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ શાળાની આ  ભારતીય સંસ્કૃતિના ઉત્થાનની પ્રવૃતિની પ્રશંસા કરી.આચાર્યશ્રી  તેમજ શિક્ષકો દ્વારા કરવામાં આવેલા આ નવિન કાર્યક્રમથી  સમગ્ર વાલીગણ અભિભૂત થયા.
            આ સમગ્ર કાર્યક્રમનો શ્રેય અમારા માનનીય શાસનાધિકારી સાહેબને ફાળે જાય છે. સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ ઉજવણી કરી રહ્યા છીએ. આ એક મૂલ્યલક્ષી શિક્ષણનો ઉત્તમ નમૂનો છે. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. 
        ટીમ ફુલપુરા અભિનંદન..............