એ .. હાલો.. હાલો.. ને આપણે મેળે જઈએ.... હે.. મેળે જઈએ ને બાળમેળે જઈએ...........
"બાળમેળો એટલે બાળકો માટે આનંદનો ઉત્સવ અને આપણા માટે ભૂલકાઓં ના ભીતરનું સામર્થ્ય પીછાણવા ની અમૂલ્ય તક"........
"બાળકના શોખ અને શિક્ષણના હેતુનો સમન્વય એટલે જ- “બાળમેળો"
બાળમેળાના દિવસે બાળકો આનંદ કરે, મોજ કરે અને પોતાના શોખ મુજબનું કામ કરે તે બાળમેળાનું મુખ્ય લક્ષ્ય છે,પરંતુ બાળમેળાથી એક કદમ આગળ વધીને મેળાના આનંદની સાથે-સાથે શૈક્ષણિક પાસાનો ઉદ્દેશ્ય પણ ઉમેરાય છે. બાળકોના શૈક્ષણિક પાસાનો પણ વિકાસ થાય અને બાળક તેની રસરુચિ મુજબની પ્રવૃત્તિ કરી આનંદ મેળવે. આવી અલગ-અલગ પ્રકારની રસરુચિ ધરાવતા વિવિધતા સભર બાળકો માટે આપણી શાળામાંના બાળમેળાનું આયોજન પણ એવું વિવિધતા સભરનું હોય કે જેનું ઇનપુટ વિવિધ આનંદદાયી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને તેનો પ્રત્યક્ષ આઉટપુટ બાળકનો આનંદ અને પરોક્ષ આઉટપુટ શૈક્ષણિક ક્ષમતાઓનો વિકાસ હોય, જેનો ફાયદો આપણે આપણા વર્ગખંડોમાં ઉઠાવી શકીએ. અને આવા જ ઉદેશ્ય સાથે આજરોજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નં -8 ,સિધ્ધપુરમાં બાળમેળાની ઉજવણી કરવામાં આવી....
વિદ્યાર્થીઓ ના વાલીશ્રીઓ તેમજ એસ. એમ.સી. સભ્યો પણ આ બાળમેળામાં ઉપસ્થિત રહ્યા હતા.પોતાના બાળકની આવડત અને સુંદર કામગીરી જોઈ ખૂબ અભિભૂત થયા.તેમણેબાળકો તથા શિક્ષકોની કામગીરીની પ્રશંસા કરી.બાળકોને ખૂબ જ મજા આવી.
આમ અમારો આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
બાળમેળાની પ્રવૃત્તિઓ......
(1) રંગપૂરણી
(2) કાગળકામ
(3) માટીકામ
(4) ચીટકકામ
(5) મહેંદી મૂકવી
(6) ચાંદની હેર સ્ટાઈલ
(7) કૂકરનું ઢાંકણ બંધ કરવું
(8) ઈસ્ત્રી કરવી
આનંદમેળાના સ્ટોલ.........
(1) ભેળ
(2) સમોસા
(3) ફાફડા બટેટા
(4) ફ્રુટ ડીશ
(5) લીંબુ શરબત
(6) સ્વાદિષ્ટ આમલી
(7) ટુકટુક કટલરી
(8) કિંગ સ્ટેશનરી
(9) ગેમ
સ્ટોલ વાઇઝ..નફો- ખોટ.......
આનંદમેળાના સ્ટોલ
(1) ભેળ - પ.કિં.730 રૂ.નફો 520રૂ
(2) સમોસા- પ.કિ.500 રૂ. નફો 283 રૂ.
(3) ફાફડા બટેટા-પ.કિં. 200 રૂ નફો 50 રૂ.
(4) ફ્રુટ ડીશ-પ.કિં 800 રૂ.નફો 200રૂ.
(5) લીંબુ શરબત-પ.કિં 230 રૂ.નફો 180 રૂ.
(6) સ્વાદિષ્ટ આમલી-પ.કિં 10 રૂ.નફો 220 રૂ.
(7) ટુકટુક કટલરી-પ.કિં.400રૂ.નફો 140 રૂ.
(8) કિંગ સ્ટેશનરી-પ.કિં.200રૂ.નફો 50રૂ.
(9) ગેમ- પ.કિ.75રૂ.નફો120રૂ.
પ્રવૃત્તિમય બાળકોની કેટલીક બોલતી તસ્વીરો...
| નિશાન તાકીને ઇનામ મેળવતી પરી... |
| આનંદમેળાની મજા માણતા વાલીશ્રી.. બાળકી સાથે |
| મહેંદી........... |
| Hair style.... |
| Hair style...... |