Sunday, January 29, 2023

74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

        આજરોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 માં 74 મા પ્રજાસત્તાક દિનની શાળા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવતાં રંગે ચંગે ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.

         રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલી દીકરી અને કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા માટે “એક સલામ દીકરીને નામ” ની ધોષણા શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થિની કાજલબેન ઠાકોર ના નામની થઈ હતી. જેઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આજરોજ તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ધ્વજ ને સલામી આપી. ઝંડા ગીત, વંદે માતરમ્ ગીત, તેમજ રાષ્ટ્ર ગીત ગાવામાં આવ્યું.

    કાજલબેન ને આચાર્યશ્રી ના હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું. 

        સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં  શાળાની બાળાઓ  એ દેશભક્તિ ગીતનો ડાન્સ રજૂ કર્યો. યોગ અને શારીરિક શિક્ષણના ભાગ રૂપે બાળકોએ સુંદર મજાના યોગ કરીને પ્રેક્ષકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા. દેશભક્તિ ના ગીતો પણ બાળકોએ રજૂ કર્યા. નાની બાલિકાઓએ "ઓલ્યા નાચંતા મોરલાને" ગીત પર મનમોહક અભિનય ગીત પ્રસ્તુત કર્યું , તેમજ ધોરણ 3ના બાળકોએ "ચૂંટણી આવે છે "સુંદર નાટક રજૂ કર્યું હતું. 

સમગ્ર કાર્યક્રમ માં એસ.એમ.સી ના સભ્યો, કોર્પોરેટર  શ્રી શારદાબહેન, નગર પાલિકાના દંડક શ્રી કનુજી ઠાકોર,   ભૂતપૂર્વ  આચાર્ય શ્રી મહેન્દ્રભાઇ, ભૂતપૂર્વ શિક્ષિકા શ્રી નિર્મળાબેન પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

પધારેલ વાલીશ્રી તરફથી  બાળકોને પ્રોત્સાહિત કરવા  ફૂલ નહી તો ફુલની પાંખડી રૂપી ઈનામ આપ્યું હતું.અને લોકફાળા ની સરવાણી વહાવી હતી.

    ત્યારબાદ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈએ પ્રાસંગિક ઉદ્ બોધન કર્યું અને શાળાના વિકાસની ગાથા રજૂ કરી હતી.

 તે  પછી બાળકોને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યું.

શાળા પરિવારના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા ના શિક્ષિકા બેન શ્રી રાહીબેન મોઢ દ્વારા કરવામાં આવ્યું હતું.

અને છેલ્લે બાળકો તેમજ કાર્યક્ર્મ માં પધારેલ સર્વે ને ચોકલેટો આપી.

   આમ સંપૂર્ણ કાર્યક્ર્મ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયો.



























નાટક:- ચૂંટણી આવે છે....