Friday, March 5, 2021

Twinning Program.......... 5/3/2021

    Twinning  program...............     

  રાજ્ય ની સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળ। ઓ એક બીજા સાથે જોડાય તે માટે  શિક્ષણ વિભાગ દ્વારા  ટ્વીનીંગ - પાર્ટનર શીપ એન્ડ ટીચર્સ એકસ્ચેન્જ પ્રોગ્રામ  શરૂ કર્યો છે. જેથી ક્લસ્ટર માં આવેલી બે સ્કુલ ને એકબીજા સાથે જોડી તેમની વચ્ચે શિક્ષણ થી લઇને તમામ  પાસાનું આદાન પ્રદાન કરવું. 

       આ પધ્ધતિથી વિદ્યાર્થી ઓને અન્ય સ્કુલમાં ચાલતી સારી બાબતો જાણવા મળશે.  ગ્રહણ કરશે. અને પોતાની  સ્કુલ ની સારી બાબતો થી બીજી સ્કુલના વિદ્યાર્થી ઓ ને વાકેફ કરી શકશે. 

           આજરોજ તા. 5/3/2021 ને શુક્રવારે અમારી પ્રાથમિક કુમાર શાળા નંબર ૮ અને  પ્રાથમિક કુમાર શાળા નંબર - 4 નો ટ્વીનીંગ કાર્યક્રમની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી.

      કાર્યક્રમ ની રૂપરેખા ..........

પ્રાર્થના :- "વંદન  મા શારદાને" 

શાળા પરિચય : - 

અભિનય ગીત :-  બડી લમ્બી રે......... 

વકતવ્ય : - વૈજ્ઞાનિક વિશે

     હિતેશા, મિત્તલ, ઝલક 

વૈજ્ઞાનિક ગીત : - એડીસનને બલ્બ  બનાયા

રઘુ રમકડું : - મનીષાબેન

શાળાની પ્રવૃત્તિ ઓ : -

             *    બાળમેળો, 

            *    માતૃ પિતૃ દિવસની  ઉજવણી 

            *    વિજ્ઞાન દિવસની  ઉજવણી 

             *    યોગા ડે

              *    સાંસ્કૃતિક કાર્યક્રમો 

               *   માતૃભાષા દિવસની ઉજવણી

          વાર્તા : -  નિર્મળાબેન 

       અભિપ્રાય.............. વિદ્યાર્થી ઓ અને શિક્ષકો













આમ કાર્યક્રમ ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. કુમાર શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો. 

આમ અમારો ટ્વીનીંગ કાર્યક્રમ સંપન્ન થયો.