*આઝાદીનો અણમોલ અવસર*
આઝાદીના અણમોલ અવસર એવા 77 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર-8 માં રાષ્ટ્રગીત અને દેશ ભક્તિના ગીતો સાથે અપાર ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે કરવામાં આવી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિધ્ધપુર શહેર ના પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ શેઠ ના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તેઓ શ્રી એ પ્રસંગ ને અનુરૂપ ઉદ્બોધન કર્યુ હતું.
ધ્વજવંદન કાર્યક્રમ માં નગર પાલિકાના દંડક શ્રી કનુજી ઠાકોર, કોર્પોરેટર શ્રી શારદાબેન મકવાણા,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આમ સ્વતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.















































