Thursday, August 19, 2021

75 મા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ....15/8/2021

          આજરોજ અમારી શાળામાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 
               આ પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જગદીશભાઈ નાથાલાલ પરમાર ની વરણી કરવામાં આવી.આચાર્ય શ્રી દ્વારા પરમાર જગદીશભાઈ નું બુકે અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.અને જગદીશભાઈના વરદહસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું. ધ્વજ ને સલામી આપી ઝંડાગીત ગાવામાં આવ્યું.અને છેલ્લે રાષ્ટ્ર ગીત ગાવા માં આવ્યું. શાળાના આચાર્ય શ્રી એ વક્તવ્ય આપ્યું. 
            આ પર્વ નિમિત્તે  એસ. એમ.સી.નાઅધ્યક્ષ શ્રી કનુજી ઠાકોર ,એસ. એમ. સી ના સદસ્યો,વાલી ગણ અને વિદ્યાર્થીઓ એ  પણ  આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
           શ્રી જગદીશભાઈ એ શાળા ના વિકાસ માટે 11000/- અંકે રૂપિયા અગિયાર હજાર રૂપિયા રોકડા દાનમાં આપ્યા.
      ત્યારબાદ   વાલી મીટીંગ યોજવામાં આવી. નાસ્તો અને ચા- પાણીની વ્યવસ્થા કરવામાં આવી. વાલી મીટીંગમાં  અગત્યના મુદ્દા ની ચર્ચા કરવામાં આવી. 
           આમ અમારો આજનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.











Sunday, August 15, 2021

પ્રતિભાશાળી શિક્ષક પારિતોષિક કાર્યક્રમ ....15/8/2021

     આઝાદીના 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મામલતદાર કચેરી સિધ્ધપુર ખાતે ઉજવણી કરવામાં આવી. 

  આ સમારોહમાં ઉપસ્થિત  માનનીય મામલતદાર સાહેબ તથા ટી પી ઓ સાહેબ, માનનીય શાસનાધિકારી સાહેબ, બી આર સી બહેન શ્રી અનિતાબેન ,દરેક ક્લસ્ટર ના સી આર સી સાહેબ, પ્રતિભાશાળી શિક્ષક પારિતોષિક એનાયત કરવાનો છે એવા પ્રતિભાશાળી શિક્ષક મિત્રો  અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો એવા બાળકો .. .. 

       કાર્યક્રમ ની શરૂઆત માં  માનનીય મામલતદાર સાહેબના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. અમે સૌ એ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી. ઝંડાગીત ગાવામાં આવ્યું પછી મામલતદાર સાહેબે  વક્તવ્ય આપ્યું.

           સી.આર.સી. કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ માટે પસંદગી  થયેલા પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર માનનીય મામલતદાર સાહેબના શુભ હસ્તે આપવામાં આવ્યું.  

        એમ. પી. હાઇસ્કુલ ની બાલિકાએ  સ્વાતંત્ર્ય દિન વિશે વક્તવ્ય  આપ્યું. ગુરુકુળ શાળાની વિદ્યાર્થિની ખુશી એ બધાને ખુશ કરી દે તેવું સુંદર વક્તવ્ય આપ્યું. જળ બચાવો, પ્રદુષણ હટાવો. અનાજ નો બગાડ ન કરવો. તે બાબતો રાષ્ટ્ર પિતા ગાંધીજીના જીવન પ્રસંગોને ટાંકીને સુંદર છણાવટ કરી. શિક્ષક શ્રી વીરેનભાઇ પ્રજાપતિ એ  દેશભક્તિ નું ગીત ગાયું.ત્યારબાદ ગણેશપુરા શાળાના આચાર્ય બહેન શ્રી રશ્મિકાબેન દ્વારા  એકપાત્રી અભિનય રજુ કરવામાં આવ્યો. 

         અને છેલ્લે અમે સૌ રાષ્ટ્ર ગીત ગાઈને  છૂટા પડ્યા.

 આમ અમારો આજનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.  



























વીડિયો જોવા અહીં ક્લિક કરો 

વીડિયો જોવા અહીં ક્લિક કરો