Tuesday, September 7, 2021

શિક્ષક દિનની ઉજવણી....



 

.........શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ...... 

તા-૫/૯/૨૦૨૧ના રોજ રવિવાર  હોવાથી  તા. ૬/૯/૨૦૨૧ ના રોજ શિક્ષકદિન ઉજવવાનું નક્કી કર્યું હતું. 
        શિક્ષકદિન ની ઉજવણી  અને સાથે  સાથે અમારી શાળાના  પ્રતિભાશાળી શિક્ષિકા બહેન શ્રી નિર્મળાબેન  નો
 સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. જેમાં અમારા માનનીય સી.આર.સી સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ   તેમજ શાળા પરિવાર તરફથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું .
        માનનીય સી. આર. સી સાહેબે શિક્ષક દિન વિશે સુંદર છણાવટ કરી અને વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી.
     શાળાના આચાર્ય શ્રી એ  પણ । દિન વિશે સમજ આપી. 

    આજરોજ તા. ૬/૯/૨૦૨૧ ને સોમવારે અમારી શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં  આવી.  જેમાં ૨૦ બાળકો બાળશિક્ષકો બન્યા હતા. અગાઉ ૪/૯/૨૦૨૧ ના રોજ તે બાળકોને શિક્ષકદિને કરવાની કામગીરીનું આયોજન આપી દેવામાં આવ્યું હતું. શાળાના બાળ આચાર્ય તરીકે દિવ્યાબેન ની વરણી કરવામાં આવી હતી.

         સૌ બાળશિક્ષકો તૈયાર થઇ ૦૬:૫૦  કલાકે શાળામાં હાજર થઇ ગયા. બધા બાળશિક્ષકો ખુબ જ ઉત્સાહમાં દેખાતા હતા. દરેક બાળશિક્ષકે શિક્ષક હાજરીપત્રકમાં સહી કરી. બધા બાળશિક્ષકો આવી ગયા બાદ  આચાર્ય શ્રી દિવ્યાબેને બાળશિક્ષકોની એક મીટીંગ રાખી જેમાં  તેમને કરવાની કામગીરીની યાદ કરાવી . કોવિડ - 19 ની ગાઇડલાઇન પ્રમાણે માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ,વિશે  થોડા મૌખિક સૂચનો આપ્યા. 

      દરેક બાળશિક્ષક પોતાના વિષયને લગતી તૈયારીના ભાગરૂપે વિવિધ સામગ્રી લઈને જ આવ્યા હતા. 

શાળાના શિક્ષક શ્રી રાહીબેને જરૂરી સુચનો આપી બધાને હાર્દિક શુભેચ્છા  પાઠવી.  

    કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે  સરકાર શ્રી ની ગાઇડલાઇન પ્રમાણે  સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને આચાર્ય તરીકે આચાર્ય શ્રી દિવ્યા બેને શિક્ષકદિન વિશે વક્તવ્ય આપ્યું. તથા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે શાળાના શિક્ષિકા બહેન શ્રી રાહીબેને વક્તવ્ય આપ્યું. ત્યારબાદ  સૌ બાળશિક્ષકો પોતપોતાના વર્ગમાં ગયા. વર્ગમાં બાળશિક્ષકોએ પોતાને સોંપેલ કામગીરી કરવામાં વ્યસ્ત થઇ ગયા. થોડા થોડા સમયાંતરે શાળાના શિક્ષકો વર્ગની મુલાકાત લેતા હતા. સૌ બાળશિક્ષકોને વર્ગના બાળકો સાથ સહકાર આપતા હતા. શિક્ષકો પાછળ બેસી તેમનું મૂલ્યાંકન કરતા હતા. બાળશિક્ષકો ખુબજ તૈયારીમાં આવ્યા હતા તેવું લાગ્યું. રીશેષ સમય દરમ્યાન હળવો નાસ્તો રાખવામાં આવ્યો હતો  સૌએ  તેનો આનંદ માણ્યો. સૌ ખુબ જ આનંદમાં હતા. બધાને ખુબ મજા આવતી હતી. રીશેષ પૂર્ણ થયે સૌ વર્ગમાં ગયા અને ૧૧:૦૦ કલાક સુધી શિક્ષણ કાર્ય કર્યું.  

ત્યારબાદ બાળ શિક્ષકો એ આખા દિવસ દરમ્યાન પોતાને થયેલ  અનુભવ શેર કર્યા. શાળાના આચાર્ય શ્રી એ તેમજ શિક્ષિકા બહેનો એ  સૌ બાળશિક્ષકોને  અભિનંદન આપ્યા તથા તેમના કામના વખાણ કર્યા જેથી બાળશિક્ષકો ખૂબ અભિભૂત થયા. . અને મનમાં ભવિષ્યમાં શિક્ષક બનવાના સંકલ્પ કર્યા. 

    આજના કાર્યક્રમમાં ભાગ  લીધેલ  બાળશિક્ષકોને એક પેન , ચોપડો પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા. સૌની યાદગીરી માટે દરેકના વ્યક્તિગત ફોટા પાડ્યા તથા સમૂહમાં પણ ફોટા પાડ્યા. અંતે  સૌ છૂટા પડ્યા.

 

બાળ આચાર્ય.... દિવ્યાબેન






વક્તવ્ય આપતા માનનીય સી. આર. સી.સાહેબ.......










No comments:

Post a Comment