ભારત સરકાર દ્વારા આખા દેશમાં 2016 થી સ્વચ્છ પખવાડાની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. 01-09-21 થી 15-09-21 દરમિયાન સ્વચ્છ પખવાડિયા ની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી.
1.9.2021 (બુધવાર)
સ્વચ્છતા શપથ કાર્યક્રમ....
પ્રથમ દિવસે તમામ શિક્ષકો એ શાળામાં સ્વચ્છતા અંગે વર્ચ્યુઅલ માધ્યમથી અને સામાજિક અંતર જાળવીને શપથ લીધા.
2.9.2021 (ગુરુવાર)
સ્વચ્છતા જાગૃતિ દિવસ
સ્વચ્છતાનું મહત્વ અને હાથ ધોવાનું મહત્વ, માસ્ક અને સામાજિક અંતર જાળવવા માટે બાળકો, માતાપિતા અને શિક્ષકો વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ યોજી. શાળા તેમજ ઘરમાં સ્વચ્છતા માટે તેમને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા
શિક્ષકોએ શાળામાં દરેક ખૂણામાં સ્વચ્છતાનુ નિરીક્ષણ કર્યું અને દરેક જગ્યાએ સફાઇકામ હાથ ધર્યુ.
મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને જમતી વખતે હાથ ધોવા ,ઘરે પણ જમતાં પહેલા હાથ ધોવા , બાળકો શાળામાં, વર્ગમાં જેમ સફાઈ રાખે એમ ઘરમાં સફાઈ રાખે.બાળકો પોતાના ઘરની આસપાસ ખાડા ખાબોચિયા ન થવા દેવા.બાળકો પોતાના કપડાં, વાળ અને મોઢું પણ ચોખ્ખુ રાખે. આવી સ્વચ્છતા અંગે ચર્ચા કરવામાં આવી....
3.9.2021 (શુક્રવાર )
સમુદાય જાગૃતિ દિવસ
બાળકોમાં સ્વચ્છતા અને કોવિડ સલામતિ અંગે પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છતાની થીમ પર સમુદાય જાગૃતિ દિવસ
સેમિનાર (વર્ચ્યુઅલ/નાના જૂથો) નું આયોજન કર્યું. સ્થાનિક પ્રતિનિધિઓ સાથે મળીને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પખવાડા, કોવિડ-19 અન્વયે સ્થાનિક વિસ્તારોમાં લોકોમાં રસીકરણની થીમનો પ્રચાર કર્યો.
4.9.2021 અને5.9.2021 (શનિ- રવિ)
ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસો
આ દિવસે શાળામાં સફાઈ માટે ઝુંબેશ કરી. શાળામાં, વર્ગમાં તથા મેદાનમાં સફાઈ કરી. આવી દરરોજ સ્વચ્છતા થાય અને તેની જાળવણી થાય તેનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં અને ઘરમાં જળ સંંરક્ષણ વિશે વિદ્યાર્થીઓને સમજણ આપી.
6.9.2021 અને7.9.2021 (સોમ અનેમંગળ)
સ્વચ્છતા ભાગીદારી દિવસો
કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સ્વચ્છતા પર ચિત્રકામ ,કવિતા નિર્માણ, સ્લોગન લેખન સ્પર્ધાઓ યોજી.
સફાઈ એ માત્ર આપણા આરોગ્ય માટે જ જરૂરી નથી કે માત્ર આસપાસના વાતાવરણને સુંદર અને શોભાયમાન બનાવવા માટે અનિવાર્ય નથી પરંતુ દરેક સર્જન અને ઉન્નતિ માટે અગત્યની છે.
8.9.2021 (બુધવાર)
હેન્ડ વોશ દિવસ
રોજિંદા જીવનમાં યોગ્ય રીતે હાથ ધોવાની જરૂરિયાત અંગે સમજ આપી.
બાળકોને જમ્યા પહેલા અને પછી સાબુથી હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ વિશે શીખવ્યુ.
હેન્ડ વોશિંગ યુનિટમાંથી પાણી શાળાના બગીચાને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
બાળકોને પાણીથી થતા રોગો, પીવાના પાણીની સલામત સંભાળ વિશે સમજ આપવામાં આવી જેથી તેઓ યોગ્ય રીતે હાથની સ્વચ્છતા કરે.
9.9.2021 અને10.9.2021 (ગુરુવાર અને શુક્રવાર )
વ્યક્તિગત સ્વચ્છતા દિવસો
ઓડિયો વિઝયુઅલ પ્રોગ્રામ દ્વારા વ્યક્તિગત સફાઈની મહત્તા વિશે વિદ્યાર્થીઓને અવગત કર્યા.
વિદ્યાર્થીઓને નખ કાપવા, નખ સાફ રાખવાની યોગ્ય રીત, સ્વચ્છ પાણીથી દરરોજ સ્નાન, સ્વચ્છ કપડા પહેરવા, ખુલ્લામાં ન થુંકવા, જૂતા/ચંપલ પહેરવા વગેરે વિશે શીખવ્યુ. (યોગ્ય માસ્ક પહેરવું, હાથ મિલાવવા નહીં , એક બીજા સાથે જમવાનું અને અન્ય વસ્તુની વહેચણી કરવી નહીં, કોવિડ 19 દરમિયાન ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું).
વિદ્યાર્થીઓને શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓનો ઉપયોગ કરવાની આરોગ્યપ્રદ રીત શીખવી.
11.9.2021 અને12.9.2021 (શનિ અને રવિવાર)
સ્વચ્છતા શાળા પ્રદર્શન
13.9.2021 અને14.9.2021 (સોમ અનેમંગળ)
(સ્વચ્છતા એકશન પ્લાન દિવસો)
SMC દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકોમાં સ્વચ્છતા એક્શન પ્લાન (કોવિડ - 19 સંબંધિત ઉપાયોના સમાવેશ સાથે) વિશે જાગૃતિ લાવવી. સ્વચ્છતા પખવાડા પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવા માટે બાલ સંસદ/શાળા કૅબિનેટની બેઠકનું આયોજન કર્યું.
15.9.2021 (બુધવાર)
ઈનામ વિતરણ દિવસ........
શાળા કક્ષાએ યોજવામાં આવેલ , નિબંધ, ક્વીઝ, ચર્ચા, ચિત્ર લેખન માં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કર્યું.
સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની વિદ્યાર્થીઓ ને ખૂબ મજા આવી. કંઈક નવું સર્જન કરવાનો આનંદ અનેરો હોય છે તે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો.





















Very nice ������������
ReplyDeleteThank you...
Delete