Wednesday, September 7, 2022

શિક્ષક દિન ઉજવણી....2022

 "Happy Teachers day"


                  શિક્ષા... ક્ષમા....કરુણા... નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક. શિક્ષક દાનવ માંથી માનવ અને માનવ માંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણક્ય ના શબ્દો યાદ આવે છે... "" શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલ રહે હે. "" 

                  5 મી સપ્ટેમ્બર એટલે આપણા મહામહિમ શિક્ષક થી સફર ખેડી ને રાષ્ટ્રપતિ પદ પર પહોચેલા આપણા ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણ નો જન્મદિવસ આપણે શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ. શિક્ષક જ એક એવો કર્તવ્યનિષ્ઠ છે કે બેલ ના ટકોરા પેલા હાજર થાય છે અને બેલ ના ટકોરા બાદ જ જાય છે. શિક્ષક જ બાળકો ના સવાૅગી વિકાસ માં પાયા ની ભુમિકા ભજવે છે. શિક્ષક જ પોતાના વગૅખંડ માંથી કલેકટર, શિક્ષક, અભિનેતા, રાજનેતા, બનાવી ને મુકે છે.શિક્ષક જ આજીવન વિધાર્થી છે     

          આજ રોજ ૫ સપ્ટેમ્બર જે આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જ્ન્મદિન નિમિતે 'શિક્ષકદિન' ની ઉજવણી પ્રાથમિક શાળા નં.8 માં ઉલ્લાસ સાથે કરવામાં આવી.

       આજના દિવસે શાળાનું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થયું.જેમાં પ્રધાનાચાર્ય તરીકે શ્રી આર્યન ભાઈ ઠાકોર અને સહપ્રધાનાચાર્ય આરતીબેન ઠાકોરે ફરજ બજાવી. પ્રાર્થના સભામાં આજના શિક્ષકોનો પરીચય કરાવ્યો. પ્રધાનાચાર્ય ધો. 8 નાં વિદ્યાર્થી આર્યન ઠાકોરે આજના દિવસનું મહત્વ સમજાવ્યું. આજના સ્વયં શિક્ષણ દિનમાં ધો. 8 નાં વિદ્યાર્થીઓમાંથી કુલ  30 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી. ધો. 8 નાં  વિદ્યાર્થી સમીરભાઈ એ પટ્ટાવાળા ની ભૂમિકા ભજવી. પૂર્વ આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થી-શિક્ષકોએ સઘન તૈયારી કરી પોતાને સોંપાયેલ વિષયોને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો.

         અંતિમ તાસમાં બાળ - શિક્ષકોએ તથા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા. સાથે-સાથે પ્રધાનાચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં ભાગ લેનાર શિક્ષકોના સુંદર આયોજન અને કામગીરીને બિરદાવી હતી.  

 


બાળ શિક્ષકો.......



બાળ શિક્ષક..... સુમિત

બાળ શિક્ષક..... મહેન્દ્ર

બાળ શિક્ષક.....કુલદીપ



બાળ શિક્ષક.... અમિત

બાળ શિક્ષક.....સાહિલ

બાળ શિક્ષક.....સચિન

બાળ શિક્ષક....રોનક

બાળ શિક્ષક...... આશિષ

પટાવાળા..... સમીરભાઈ

યુવરાજ....... બાળ શિક્ષક



કપિલ...... બાળ શિક્ષક

પ્રધાનાચાર્ય...... આર્યન ભાઇ

સુમિત્રા બેન......

મિત્તલ બેન.....

અનામિકા બેન........

શિક્ષિકા......સિદ્ધિ બેન

શિક્ષક...... સાદિયા

શિક્ષક......અંજલિ બેન

શિક્ષક......કોમલબેન

ઉપાચાર્ય......,આરતીબેન

શિક્ષક.... ભાવનાબેન

શિક્ષક...... નિક્કીબેન

















બાળ આચાર્ય અને ઉપાચાર્ય......

બાળ આચાર્ય.....

No comments:

Post a Comment