હોળી આવી રે........
ઉત્સવ પ્રિય જના:. એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે.
તહેવારો મનુષ્યના જીવનને આનંદથી ભરી દે છે. તહેવારોથી માનવજીવનની નિરશતા દુર થાય છે. અને માનવ જીવનમાં એક નવીનતાનો સંચાર થાય છે. તહેવારોના આગમન પૂર્વે જ મનુષ્યની ઉત્કંઠા અને ઉત્સાહ તેનામાં એક સકારાત્મક અને સુખદ પરિવર્તન લાવવાનું પ્રારંભ કરી દે છે. તહેવારો માનવ જીવનને જીવવા યોગ્ય એક અમૃત તત્વ અને સંજીવની છે.
આજરોજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર 8 માં બાળકો તેમજ શિક્ષકોએ હોળીના તહેવાર ની ઉત્સાહ ભેર ઉજવણી કરી.બાળકો હોળીના રંગે રંગાઈ મસ્તી માં આવી ગયા.
No comments:
Post a Comment