world no tobacco day ...........
શાળાના શિક્ષિકા બહેન શ્રી નિર્મળાબેને કાર્યક્રમ ની શરૂઆત શબ્દોરૂપી સ્વાગતથી કરી અને તમાકુ નિષેધ દિવસ વિશે જે વક્તવ્ય આપ્યું. જેની આછી ઝલક......
મિત્રો, 31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ.આ વિશ્વ તમાકુ નિષેધ દિન ઊજવવો પડે એ આપણા માટે દુઃખદ વાત છે. કારણ કે કોઈ ખેતરમાં જઇએ જ્યાં તમાકુ નુ વાવેતર થતું હોય અને તે ખેતરના ખેડૂત ને આપણે પૂછીએ કે તમે તમારા ખેતરને વાડ કેમ નથી કરતા? તો એ ખેડૂત આપણને એવો જવાબ આપે છે કે એને શું વાડ કરવાની? આને તો પશુઓ પણ નથી સૂંઘતા.મતલબ કે જે વસ્તુઓ ને પશુઓ પણ નથી ખાતા એ વસ્તુઓ આપણે માણસો જુદી જુદી રીતે એનું સેવન કરીએ છીએ.આ કેટલી દુઃખદ વાત કહેવાય.અને એટલા માટે જ આ તમાકુ નિષેધ દિવસ ઉજવવો પડે છે.
તમાકુ નિષેધ દિવસ ઉજવવા નો હેતુ એ છે કે કોઈ બદી હોય કે કોઈ સારી વસ્તુ હોય એને ઉજવી લોકો સુધી સાચો મેસેજ મોકલવાનો છે .
તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી WHO સંસ્થા છેલ્લા લગભગ 40 વર્ષ થી કરે છે. તમાકુ એ કોઇ ખોરાક નથી, એ કોઈ દવા નથી.તમાકુ એ ઝેર છે અને ઝેરના પારખાં ન હોય. ઝેર ને તો છોડવું જ પડે.... છોડવું જ પડે.....
ત્યારબાદ શિક્ષિકા બહેન શ્રી ઉજ્જવલ બેને વીડિયો દ્વારા તમાકુ માં રહેલા ઝેરી તત્વો વિશે તેમજ તેનાથી થતા નુકશાન વિશે વિગતવાર અને ખૂબ જ ઉંડાણપૂર્વક માહિતી આપી.
તમાકુના દુષ્પ્રભાવો અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 31 મે એ 'વર્લ્ડ તમાકુ નિષેધ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ 'છોડવા માટે પ્રતિબદ્ધ' (Quit Tobacco to be a Winner) છે. તમાકુનું વ્યસન એ તમામ પદાર્થોમાં સૌથી વધુ પ્રચલિત અને જીવલેણ છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા (Global Adults Tobacco Survey India-GATS) 2016-2017 અનુસાર, વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે છે.10માંથી 3 વ્યક્તિઓ કરે છે તમાકુનું સેવનઆંકડા અનુસાર, દર 10 લોકોમાંથી ત્રણ લોકો તમાકુનું કોઈ ન કોઈ રૂપમાં સેવન કરે છે. એક દિવસમાં લગભગ 3500 મૃત્યુ તમાકુના કારણે થાય છે. ધુમાડારહિત તમાકુ (smokeless tobacco) જેમ કે ખૈની, ગુટખા, જરદા વગેરેનું ભારતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. મહિલાઓ અને બાળકોમાં પણ તમાકુનું વ્યસન વધી રહ્યું છે. દર 20 માંથી 3 મહિલાઓ આ વ્યસનનો શિકાર છે.ગુટખા, જરદા, ખૈની, સિગારેટ, બીડી તમાકુના સ્વરૂપોમાં હાજર નિકોટિન કેમિકલ થોડી ક્ષણોમાં આપણા મગજમાં પહોંચે છે અને રિલેક્સ તેમજ ઉત્તેજીત કરે છે પરંતુ આ ક્ષણ ભંગુર છે અને જ્યારે અસર ઓછી થાય છે ત્યારે મગજ વધુ નિકોટિનની માત્રાની માગ કરે છે. તેથી કોઈ વ્યક્તિ તણાવ ઓછો કરવા, ખુશ થવા અથવા રિલેક્સ રહેવા માટે વધુ તમાકુ, સિગારેટ, બીડિઓનું સેવન કરે છે અને વ્યસની બની જાય છે. સમય જતાં તેમની ખરાબ અસરો ફક્ત શરીર પર જ નહીં પણ વ્યક્તિની માનસિકતા પર પણ પડે છે.COVID-19 ને આપી રહ્યું છે આમંત્રણસિગારેટ અને બીડીના ધૂમ્રપાનની અસર વ્યક્તિ પર જ નહીં પરંતુ તેની આસપાસ રહેતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધ લોકો પર પણ પડે છે. આપણે તેને સેકન્ડ હેન્ડ સ્મોક કહીએ છીએ. બાળકોમાં સેકન્ડ હેન્ડના ધૂમ્રપાનથી યાદશક્તિમાં ઘટાડો, ચીડિયાપણું, અસ્થમા, COPD જેવી ગંભીર શ્વાસ સંબંઘિત બીમારીઓ થાય છે. તમાકુ, સિગારેટ ફેફસાં અને શ્વસન માર્ગના સ્વસ્થ કોષોને નષ્ટ કરે છે અને તેમની પ્રતિરોધક ક્ષમતા ઘટાડે છે અને COVID -19 ના સંક્રમણ અને તેના થવાની કોમ્પિલકેશનને વધારે છે.
અને છેલ્લે..........ઇનરવીલ ક્લબ ના સભ્યો એ તેમજ સી. આર. સી સાહેબે ખૂબ સારો અભિપ્રાય આપ્યો.
આમ અમારા વિશ્વ તમાકુ નિષેધ દિનની વર્ચ્યુઅલ ઉજવણી નું સમાપન થયું અને સૌનો આભાર માની મિટીંગ પૂર્ણ કરી.








Good
ReplyDelete