Thursday, September 9, 2021

સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી...(1st - 15th September,2021)

 


ભારત સરકાર દ્વારા આખા દેશમાં 2016 થી સ્વચ્છ પખવાડાની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ તા. 01-09-21 થી 15-09-21 દરમિયાન સ્વચ્છ પખવાડિયા ની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી. 

 1.9.2021 (બુધવાર)

સ્વચ્છતા શપથ કાર્યક્રમ.... 

   પ્રથમ દિવસે તમામ શિક્ષકો એ શાળામાં સ્વચ્છતા અંગે   વર્ચ્યુઅલ માધ્યમથી અને સામાજિક અંતર જાળવીને શપથ લીધા.


2.9.2021 (ગુરુવાર)

સ્વચ્છતા  જાગૃતિ દિવસ

સ્વચ્છતાનું મહત્વ અને હાથ ધોવાનું મહત્વ, માસ્ક અને સામાજિક અંતર જાળવવા માટે બાળકો, માતાપિતા અને શિક્ષકો વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ યોજી.  શાળા તેમજ ઘરમાં સ્વચ્છતા  માટે તેમને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા

 શિક્ષકોએ શાળામાં દરેક ખૂણામાં સ્વચ્છતાનુ  નિરીક્ષણ કર્યું અને  દરેક જગ્યાએ સફાઇકામ હાથ ધર્યુ. 

મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને  જમતી વખતે હાથ ધોવા ,ઘરે પણ જમતાં   પહેલા હાથ ધોવા , બાળકો શાળામાં, વર્ગમાં જેમ સફાઈ રાખે એમ ઘરમાં  સફાઈ રાખે.બાળકો પોતાના ઘરની આસપાસ ખાડા ખાબોચિયા ન થવા દેવા.બાળકો  પોતાના કપડાં, વાળ અને મોઢું  પણ  ચોખ્ખુ રાખે.  આવી સ્વચ્છતા અંગે ચર્ચા કરવામાં આવી....




3.9.2021 (શુક્રવાર )

સમુદાય જાગૃતિ દિવસ 

બાળકોમાં સ્વચ્છતા અને કોવિડ સલામતિ અંગે પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છતાની થીમ પર સમુદાય જાગૃતિ દિવસ 

સેમિનાર (વર્ચ્યુઅલ/નાના જૂથો) નું આયોજન કર્યું. સ્થાનિક પ્રતિનિધિઓ સાથે મળીને શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પખવાડા, કોવિડ-19 અન્વયે સ્થાનિક વિસ્તારોમાં લોકોમાં રસીકરણની થીમનો પ્રચાર કર્યો.

 


4.9.2021 અને5.9.2021 (શનિ- રવિ)

ગ્રીન સ્કૂલ ઝુંબેશ દિવસો

    આ  દિવસે  શાળામાં  સફાઈ  માટે  ઝુંબેશ કરી. શાળામાં, વર્ગમાં તથા મેદાનમાં સફાઈ કરી. આવી  દરરોજ સ્વચ્છતા થાય  અને  તેની જાળવણી  થાય તેનું  આયોજન કરવામાં આવ્યું.  શાળામાં  અને  ઘરમાં જળ સંંરક્ષણ  વિશે      વિદ્યાર્થીઓને  સમજણ આપી.


6.9.2021 અને7.9.2021 (સોમ અનેમંગળ)

સ્વચ્છતા ભાગીદારી દિવસો

 કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને  સ્વચ્છતા પર ચિત્રકામ ,કવિતા નિર્માણ, સ્લોગન લેખન સ્પર્ધાઓ યોજી. 

 સફાઈ એ માત્ર આપણા આરોગ્ય માટે જ જરૂરી નથી કે માત્ર આસપાસના વાતાવરણને સુંદર અને શોભાયમાન  બનાવવા માટે અનિવાર્ય નથી પરંતુ દરેક સર્જન અને ઉન્નતિ માટે અગત્યની  છે.





8.9.2021 (બુધવાર)

હેન્ડ વોશ દિવસ

રોજિંદા જીવનમાં યોગ્ય રીતે હાથ ધોવાની જરૂરિયાત અંગે સમજ આપી. 

 બાળકોને જમ્યા પહેલા અને પછી સાબુથી હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ વિશે  શીખવ્યુ.

 હેન્ડ વોશિંગ યુનિટમાંથી પાણી શાળાના બગીચાને મળે  તેવી વ્યવસ્થા કરવામાં આવી. 

 બાળકોને પાણીથી થતા  રોગો, પીવાના પાણીની સલામત સંભાળ વિશે સમજ આપવામાં આવી જેથી તેઓ યોગ્ય રીતે હાથની સ્વચ્છતા કરે.





9.9.2021 અને10.9.2021 (ગુરુવાર અને શુક્રવાર )

વ્યક્તિગત સ્વચ્છતા દિવસો

ઓડિયો વિઝયુઅલ પ્રોગ્રામ દ્વારા વ્યક્તિગત સફાઈની મહત્તા વિશે વિદ્યાર્થીઓને અવગત કર્યા.

 વિદ્યાર્થીઓને નખ કાપવા, નખ સાફ રાખવાની યોગ્ય રીત, સ્વચ્છ પાણીથી દરરોજ સ્નાન, સ્વચ્છ કપડા પહેરવા, ખુલ્લામાં ન થુંકવા, જૂતા/ચંપલ પહેરવા વગેરે વિશે શીખવ્યુ. (યોગ્ય માસ્ક પહેરવું, હાથ મિલાવવા નહીં , એક બીજા સાથે જમવાનું અને અન્ય વસ્તુની વહેચણી કરવી નહીં, કોવિડ 19 દરમિયાન ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું).

 વિદ્યાર્થીઓને શૌચાલય અને પીવાના પાણીની સુવિધાઓનો ઉપયોગ કરવાની આરોગ્યપ્રદ રીત શીખવી.






11.9.2021 અને12.9.2021 (શનિ અને રવિવાર)

સ્વચ્છતા શાળા પ્રદર્શન 



13.9.2021 અને14.9.2021 (સોમ અનેમંગળ) 

(સ્વચ્છતા એકશન પ્લાન દિવસો) 

SMC દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકોમાં સ્વચ્છતા એક્શન પ્લાન (કોવિડ - 19 સંબંધિત ઉપાયોના સમાવેશ સાથે) વિશે જાગૃતિ લાવવી. સ્વચ્છતા પખવાડા પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવા માટે બાલ સંસદ/શાળા કૅબિનેટની બેઠકનું આયોજન કર્યું.













15.9.2021 (બુધવાર)

ઈનામ વિતરણ દિવસ........

શાળા કક્ષાએ યોજવામાં આવેલ , નિબંધ, ક્વીઝ, ચર્ચા, ચિત્ર લેખન માં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કર્યું.





 સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ કરવાની વિદ્યાર્થીઓ ને  ખૂબ મજા આવી. કંઈક નવું સર્જન કરવાનો આનંદ અનેરો હોય છે તે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો.  
        વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા માટે શાળા તરફથી કલરબોક્સ આપવામાં આવ્યા. દરેક વિદ્યાર્થી ના ચહેરા પર ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો. ......



Tuesday, September 7, 2021

શિક્ષક દિનની ઉજવણી....



 

.........શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ...... 

તા-૫/૯/૨૦૨૧ના રોજ રવિવાર  હોવાથી  તા. ૬/૯/૨૦૨૧ ના રોજ શિક્ષકદિન ઉજવવાનું નક્કી કર્યું હતું. 
        શિક્ષકદિન ની ઉજવણી  અને સાથે  સાથે અમારી શાળાના  પ્રતિભાશાળી શિક્ષિકા બહેન શ્રી નિર્મળાબેન  નો
 સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. જેમાં અમારા માનનીય સી.આર.સી સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ   તેમજ શાળા પરિવાર તરફથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું .
        માનનીય સી. આર. સી સાહેબે શિક્ષક દિન વિશે સુંદર છણાવટ કરી અને વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી.
     શાળાના આચાર્ય શ્રી એ  પણ । દિન વિશે સમજ આપી. 

    આજરોજ તા. ૬/૯/૨૦૨૧ ને સોમવારે અમારી શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં  આવી.  જેમાં ૨૦ બાળકો બાળશિક્ષકો બન્યા હતા. અગાઉ ૪/૯/૨૦૨૧ ના રોજ તે બાળકોને શિક્ષકદિને કરવાની કામગીરીનું આયોજન આપી દેવામાં આવ્યું હતું. શાળાના બાળ આચાર્ય તરીકે દિવ્યાબેન ની વરણી કરવામાં આવી હતી.

         સૌ બાળશિક્ષકો તૈયાર થઇ ૦૬:૫૦  કલાકે શાળામાં હાજર થઇ ગયા. બધા બાળશિક્ષકો ખુબ જ ઉત્સાહમાં દેખાતા હતા. દરેક બાળશિક્ષકે શિક્ષક હાજરીપત્રકમાં સહી કરી. બધા બાળશિક્ષકો આવી ગયા બાદ  આચાર્ય શ્રી દિવ્યાબેને બાળશિક્ષકોની એક મીટીંગ રાખી જેમાં  તેમને કરવાની કામગીરીની યાદ કરાવી . કોવિડ - 19 ની ગાઇડલાઇન પ્રમાણે માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ,વિશે  થોડા મૌખિક સૂચનો આપ્યા. 

      દરેક બાળશિક્ષક પોતાના વિષયને લગતી તૈયારીના ભાગરૂપે વિવિધ સામગ્રી લઈને જ આવ્યા હતા. 

શાળાના શિક્ષક શ્રી રાહીબેને જરૂરી સુચનો આપી બધાને હાર્દિક શુભેચ્છા  પાઠવી.  

    કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે  સરકાર શ્રી ની ગાઇડલાઇન પ્રમાણે  સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને આચાર્ય તરીકે આચાર્ય શ્રી દિવ્યા બેને શિક્ષકદિન વિશે વક્તવ્ય આપ્યું. તથા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે શાળાના શિક્ષિકા બહેન શ્રી રાહીબેને વક્તવ્ય આપ્યું. ત્યારબાદ  સૌ બાળશિક્ષકો પોતપોતાના વર્ગમાં ગયા. વર્ગમાં બાળશિક્ષકોએ પોતાને સોંપેલ કામગીરી કરવામાં વ્યસ્ત થઇ ગયા. થોડા થોડા સમયાંતરે શાળાના શિક્ષકો વર્ગની મુલાકાત લેતા હતા. સૌ બાળશિક્ષકોને વર્ગના બાળકો સાથ સહકાર આપતા હતા. શિક્ષકો પાછળ બેસી તેમનું મૂલ્યાંકન કરતા હતા. બાળશિક્ષકો ખુબજ તૈયારીમાં આવ્યા હતા તેવું લાગ્યું. રીશેષ સમય દરમ્યાન હળવો નાસ્તો રાખવામાં આવ્યો હતો  સૌએ  તેનો આનંદ માણ્યો. સૌ ખુબ જ આનંદમાં હતા. બધાને ખુબ મજા આવતી હતી. રીશેષ પૂર્ણ થયે સૌ વર્ગમાં ગયા અને ૧૧:૦૦ કલાક સુધી શિક્ષણ કાર્ય કર્યું.  

ત્યારબાદ બાળ શિક્ષકો એ આખા દિવસ દરમ્યાન પોતાને થયેલ  અનુભવ શેર કર્યા. શાળાના આચાર્ય શ્રી એ તેમજ શિક્ષિકા બહેનો એ  સૌ બાળશિક્ષકોને  અભિનંદન આપ્યા તથા તેમના કામના વખાણ કર્યા જેથી બાળશિક્ષકો ખૂબ અભિભૂત થયા. . અને મનમાં ભવિષ્યમાં શિક્ષક બનવાના સંકલ્પ કર્યા. 

    આજના કાર્યક્રમમાં ભાગ  લીધેલ  બાળશિક્ષકોને એક પેન , ચોપડો પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા. સૌની યાદગીરી માટે દરેકના વ્યક્તિગત ફોટા પાડ્યા તથા સમૂહમાં પણ ફોટા પાડ્યા. અંતે  સૌ છૂટા પડ્યા.

 

બાળ આચાર્ય.... દિવ્યાબેન






વક્તવ્ય આપતા માનનીય સી. આર. સી.સાહેબ.......










Thursday, August 19, 2021

75 મા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ....15/8/2021

          આજરોજ અમારી શાળામાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 
               આ પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જગદીશભાઈ નાથાલાલ પરમાર ની વરણી કરવામાં આવી.આચાર્ય શ્રી દ્વારા પરમાર જગદીશભાઈ નું બુકે અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.અને જગદીશભાઈના વરદહસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું. ધ્વજ ને સલામી આપી ઝંડાગીત ગાવામાં આવ્યું.અને છેલ્લે રાષ્ટ્ર ગીત ગાવા માં આવ્યું. શાળાના આચાર્ય શ્રી એ વક્તવ્ય આપ્યું. 
            આ પર્વ નિમિત્તે  એસ. એમ.સી.નાઅધ્યક્ષ શ્રી કનુજી ઠાકોર ,એસ. એમ. સી ના સદસ્યો,વાલી ગણ અને વિદ્યાર્થીઓ એ  પણ  આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
           શ્રી જગદીશભાઈ એ શાળા ના વિકાસ માટે 11000/- અંકે રૂપિયા અગિયાર હજાર રૂપિયા રોકડા દાનમાં આપ્યા.
      ત્યારબાદ   વાલી મીટીંગ યોજવામાં આવી. નાસ્તો અને ચા- પાણીની વ્યવસ્થા કરવામાં આવી. વાલી મીટીંગમાં  અગત્યના મુદ્દા ની ચર્ચા કરવામાં આવી. 
           આમ અમારો આજનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.