Friday, December 28, 2018

ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2018 પાટણ

               ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -2018 પાટણ ખાતે યોજાયો તેમાં અમારી શાળાના બાળકોએ લગ્ન ગીત સ્પર્ધામાં તથા લોકગીત સ્પર્ધા,સર્જનાત્મક પ્રવૃત્તિ માં ભાગ ઉત્સાહ ભેર ભાગ લીધો.
       



Wednesday, October 3, 2018

"બાળ પ્રતિભા શોધ સ્પર્ધા" તા. 2/10/ 2018 જિલ્લા કક્ષાએ........

૧૫૦ મી ગાંધી જયંતી નિમિત્તે જિલ્લાકક્ષા 
     "બાળ પ્રતિભા શોધ સ્પર્ધા "
                           
               જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા કાર્યક્રમ પાટણ ગાંધી સ્મૃતિ હોલ ખાતે યોજાયો. તેમાં અમારી શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો જેવા કે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ,લોકનૃત્ય,લોકગીત,લગ્નગીત,ચિત્રકામ,સર્જનાત્મક પ્રવૃત્તિઓ માં ભાગ લીધો હતો. જેમાં લગ્નગીતમાં શરીફાબેન નુરૂભાઇ મીરનો પ્રથમ નંબર આવ્યો તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિ માં ઠાકોર કરણ કનુજી નો પ્રથમ નંબર આવ્યો. વકતૃત્વ સ્પર્ધામાં મૈત્રિક અશોક ભાઈ નો બીજો નંબર આવ્યો . અેક પાત્રી અભિનયમાં પુનમ બેન મનુજીનો બીજો નંબર આવ્યો . લોકવાદ્ય સંગીત માં નજર અલી મીરનો   બીજો નંબર આવ્યો હતો.          
                     પ્રથમ નંબર આવનાર દરેક બાળકને માનનીય કલેક્ટર સાહેબ પાટણ અને માનનીય મામલતદાર સાહેબના શુભ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. માનનીય લાયઝન ઓફિસર શ્રી બી. પી. ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત હતા. તેમણે પણ બાળકોને અભિનંદન પાઠવ્યા . બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને ખૂબ મજા આવી. ભાગ લીધેલ બધા બાળકોને અભિનંદન . ટીમ ફુલપુરા અભિનંદન............











       



Friday, September 28, 2018

સરસ્વતી, સિધ્ધપુર તાલુકા કક્ષા કલા મહાકુંભ- 2018

                    સિધ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ પાટણમાં શેઠ તુલસીદાસ કિલાચંદ રંગભવન ખાતે યોજાયો .તેમાં અમારી શાળાના બાળકોએ ગીત સ્પર્ધા,અેકપાત્ર અભિનયમાં ભાગ લીધો હતો .જેમાં બીજો નંબર આવ્યો હતો. ગીત સ્પર્ધામાં શરીફા બીજા નંબરે વિજેતા થઈ હતી. અેક પાત્ર અભિનયમાં પુનમ બીજા નંબરે વિજેતા થઈ હતી. અમારી  શાળાનાં શિક્ષિકા બહેન શ્રી નિર્મળાબેને પણ એક પાત્ર અભિનયમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ પણ બીજા નંબરે વિજેતા થયા હતા. ટીમ ફુલપુુુરા અભિનંદન.


         

             

               
               
               

Sunday, September 23, 2018

ઉર્જા બચત અંતર્ગત ચિત્ર સ્પર્ધા તા. 18/8/2018

        

            આજ રોજ અમારી શાળામાં ઉર્જા અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ. બાળકોએ ખૂબ સુંદર ચિત્રો દોર્યા. તેમાંથી ત્રણ નંબર આપવામાં આવ્યા. અમારા આચાર્ય શ્રી દ્વારા ઈનામ આપવામાં આવ્યું .
              
                     


   

ઇનોવેશન....... જન્મદિવસ ની ઉજવણી

Ennovation........મારો નહિ....મારા શાળાનો
 જન્મદિવસ....


               અમારી  શાળામાં બાળકોના જન્મદિવસની ઉજવણી અમારા  માનનીય શાસનાધિકારી સાહેબ ની પ્રેરણાથી અનોખી રીતે કરીએ  છીએ. બાળકોમાં પોતાની શાળા માટે વધુ ભાવ જાગે તે માટે  અનોખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ એટલે કે નવાચાર અંતર્ગત બાળકો પોતાના જન્મદિવસની ઉજવણી જુદી રીતે કરે છે. શાળાના જે બાળક નો જન્મદિવસ હોય તે દિવસે બાળકો ચોકલેટ  કે અન્ય નુકશાનકારક પડીકા વેચતા નથી.બાળકો નો જન્મદિવસ હોય તે દિવસે બાળક પોતાનો નહી,પરંતુ પોતાની શાળાનો જન્મદિવસ હોય તે રીતે ઉજવે છે.આ દિવસે બાળકો અને વાલીઓ યથાશક્તિ શાળાનેફૂલછોડનાકુંડા,સાવરણી,સાવરણા,પ્લાસ્ટીકનાટબ,ડોલ,કચરાપેટીઓ,TLM, ઘડિયાળ જેવી વસ્તુઓ શાળાને દાનમાં આપે છે અને પોતાની શાળાનો જન્મદિવસ ઉત્સાહ ભેર  ઉજવે છે.
                  જે શિક્ષક નો જન્મદિવસ હોય તે શિક્ષક બાળકોને તિથિ ભોજન આપે છે.

                          
                        
                         
                         
                         
 




વીડિયો જોવા અહીં ક્લિક કરો 


                     

            
                     




Wednesday, September 19, 2018

ગણિત વિજ્ઞાન પ્રદર્શન. 2018/19

      આજરોજ  તા .12/9/18 ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન  પ્રદર્શન બિંદુસરોવર શાળા નંબર 4 ખાતે રાખવામા આવ્યુ.અમારી શાળાના વિજ્ઞાન શિક્ષિકા બહેન શ્રી ઉજ્વલબેને ધોરણ 8 ના બાળકો કમલેશ કુમાર  અને ઉર્વશી બેનને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું.
     વિજ્ઞાન મેળામાં અમે વિભાગ 1  - "કૃષિ અને કાર્બનિક ખેતી "
-- ખેતીમાં જીવજંતુ નિયંત્રણ માટેની પધ્ધતિઓ આ કૃતિ માં ભાગ લીધો હતો .જેમાં  સી. આર. સી. કક્ષાએ અમારી શાળાનો પ્રથમ નંબર આવ્યો.  શ્રી ઉજ્જવલબેન તેમજ બાળવૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન.........
વિભાગ -2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા
                                                        કૃતિનું નામ -ખાદ્ય પદાર્થો માં ભેળસેળ 


           જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને ડાયટ
પાટણ પ્રેરિત તથા સિદ્ધપુર તાલુકા શિક્ષણ ટિમ દ્વારા આયોજિત તાલુકા કક્ષા ના વિજ્ઞાન- ગણિત પ્રદર્શન 2018  /19 લુખાસણ . પ્રાથમિક શાળા માં તારીખ 19/9/18 ના રોજ યોજાયો હતો જેમાં  બાળ વૈજ્ઞાનિકોઅે વિભાગ 1 -કૃષિ અને કાર્બનિક ખેતી માં    ભાગ લીધો હતો .
           

               



Friday, September 14, 2018

કુપોષણ એક સમસ્યા તા. 14/9/2018

          આજરોજ અમારી શાળામાં કુપોષણ અંતર્ગત જાગૃતિ લાવવા માટે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા બેનરો સાથે રેલી કાઢવામાં આવી .અને ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી. 
             " પાંડુરોગ એક સમસ્યા "અંતર્ગત નિબંધ સ્પર્ધા રાખવામાં આવી .પ્રથમ નંબર આવનાર ને ઈનામ આપવામાં આવ્યું .
             



  


         



શિક્ષક દિનની ઉજવણી. તા 10/9/2018


            આજે અમારી શાળામાં શિક્ષકદિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 30 બાળશિક્ષકોએ ભાગ લીધો હતો. સૌ બાળશિક્ષકો  10 કલાકે હાજર થયા. ઉર્વશી બેનને શાળાના આચાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી શાળામાં આવીને કરવાના કામની વહેચણી અને ચર્ચા કરી ત્યારબાદ પ્રાર્થનાસભામાં ભેગા થયા. પ્રાર્થનામાં  જેની યાદમાં “શિક્ષકદિન”ની ઉજવણી કરવામાં આવે છે તેવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી. સમગ્ર પ્રાર્થના સંમેલન બાદ સૌ પોતપોતાના વર્ગમાં કામગીરી કરવા પહોચી ગયા. સૌ બાળકો પોતપોતાની કામગીરી ખંતથી કરતા હતા. તેઓ વિદ્યાર્થીઓને કવિતા, ગીત, પાઠનું વાંચન અને ગાન કરાવતા હતા. સૌ બાળશિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કરવા અમે દરેક વર્ગમાં વિઝીટ કરી . બધા બાળશિક્ષકો વ્યવસ્થિત કામ કરતા નજરે પડ્યા. બાળશિક્ષકોએ સમયસર રીશેષ પડાવી અને  વિદ્યાર્થીઓને લાઈનમાં બેસાડી જમાડ્યા અને દરેક વિદ્યાર્થીનું ધ્યાન રાખ્યું. તમામ બાળશિક્ષકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો ત્યારબાદ રીશેષ પૂરી કરી ફરીથી તેમનું કાર્ય કરવા લાગી ગયા. ૪:૦૦ કલાકે બાળશિક્ષકોએ વિદ્યાર્થીઓને રમત રમાડી, ત્યારબાદ સૌને સાચવીને વર્ગખંડમાં લઇ ગયા અને ભણાવવાનું શરુ કર્યું. ૪:૩૦ કલાકે સૌ શાળાના પટાંગણમાં ભેગા થયા. શિક્ષકોને તેમના દિવસ દરમ્યાન કરેલી કામગીરીના પ્રતિભાવો બધા સમક્ષ મુકવા કહ્યું. તમામ બાળશિક્ષકોએ 1 થી 8 ધોરણમાં કરેલા કાર્યના પ્રતિભાવ આપ્યા. શાળાના મુખ્યશિક્ષકે તેમજ અન્ય શિક્ષકોએ આ બાળકોને પ્રોત્સાહન આપવા બે ચાર વાતો કરી તથા ભેટ સ્વરૂપે એક પેન દરેક બાળકને આપી તેમજ તેમને તાળીઓથી વધાવી લીધા ત્યારબાદ સૌ ખુશ થઇ રાષ્ટ્રગીતનું ગાન કરી છૂટા પડ્યા. બાળ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. 
         


બાળ આચાર્ય 

                               

                                                    




             
               

               
પ્રથમ નંબર આવનાર બાળશિક્ષકને ઇનામ