કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ
આજ રોજ તારીખ 24/6/2022 ને શુક્રવારના રોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ શ્રી એન. એચ. ગઢવી સચિવ (વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ) ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.
દીપ પ્રાગટ્ય
આ પવિત્ર પ્રસંગે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી.
પ્રાર્થના
વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી.તેના શબ્દો હતા "વંદન મા શારદા ને"
મહેમાનોનું સ્વાગત (પુસ્તક દ્વારા)
ત્યારબાદ પધારેલ મહેમાનોનું પુસ્તક આપી શાળા ના આચાર્ય શ્રી તેમજ શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. માનનીય એન. એચ. ગઢવી સાહેબ, માનનીય શાસનાધિકારી સાહેબ,સી.આર.સી શ્રી યોગી વિનુકાંત એસ, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી કૃપાબેન આચાર્ય ,શ્રી મનીષભાઈ આચાર્ય, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હરગોવનભાઈ દેસાઈ, મુસ્તુફાભાઈ મીર ,દાતા શ્રી જગદીશભાઈ એન પરમાર નું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
આ શુભ પ્રસંગે આંગણે પધારેલ મહેમાન શ્રી નું હદય થી સ્વાગત "સ્વાગત ગીત "દ્વારા કર્યું. જેના શબ્દો હતા "આવો મોંઘેરા મહેમાન"
બાળકો ને પ્રવેશ
મહેમાનશ્રી એ પોતાના વરદ હસ્તે પ્રારંભે આ પુણ્યનું કાર્ય કરી નાના નાના બાળકો ને શુભ શિક્ષણ પ્રવેશ કરાવ્યો.
ધોરણ - ૧ નાં બાળકોનો પ્રવેશ
આંગણવાડીનાં બાળકોનો પ્રવેશ.
ત્યારબાદ ધોરણ 8 નો વિદ્યાર્થી આર્યન મહેશજી ઠાકોર "આઝાદી નો અમૃત મહોત્સવ" વિશે વક્તવ્ય આપ્યું.
સન્માન (તેજસ્વી તારલાઓ)
અમારી શાળાના તેજસ્વી વિધાર્થીઓ જે આ શાળાના ચમકતા સિતારા છે જેઓ આ શાળાનું ગોરવ છે. ધોરણ 3 થી 8 માં જેઓ પ્રથમ ક્રમે આવેલ છે તેમનું સન્માન મહેમાનશ્રી ના હસ્તેે ઈનામ આપીને કરવામાં આવ્યું.
દાતા શ્રી નું સન્માન
અમારા વિસ્તાર ના મમતા સોસાયટી ના રહીશ , દાતા શ્રી જગદીશભાઈ એન. પરમાર નું આચાર્ય શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
પ્રેરક ઉદ્ બોધન
માનનીય એચ.એન.ગઢવી સાહેબે પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું. સાહેબ શ્રી અમારી શાળાનો કાર્યક્રમ નિહાળી અભિભૂત થયા. ખૂબ સુંદર અને સરળ શૈલી માં વક્તવ્ય આપ્યું. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ
ત્યાર બાદ અમારી શાળાનાં શિક્ષિકાબેન શ્રી પારૂલબેન પટેલે આભાર વિધિ કરી. સૌનો આભાર વ્યક્ત કર્યો .
રાષ્ટ્રગીતનું ગાન
આપણા રાષ્ટ્રને માન આપવા માટે એક સાથે પોતાની જગ્યા ઉપર ઉભા થઈ રાષ્ટ્રગીતનું સમુહગાન કર્યું.
શાળા પરિસર ની મુલાકાત
પધારેલ મહેમાનશ્રી ઓ એ શાળા પરિસર ની મુલાકાત કરી.
વૃક્ષારોપણ
બાળકોમાં પર્યાવરણ વિશેની જાગરૂકતા કેળવાય અને ""છોડ માં રણછોડ"" જોવાની દ્રષ્ટી નાના બાળકોમાં બાળપણથી કેળવાય તે હેતુસર કાર્ય સિદ્ધિના ભાગ રૂપે શાળાના પટાગણ માં મહેમાનશ્રી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
મિટિંગ
શાળામાં પધારેલ એસ.એમ.સી ના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ,સભ્યશ્રીઓ,કોર્પોરેટર શ્રી શારદાબેન, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી કૃપાબેન , મનીષભાઈ આચાર્ય, તેમજ વાલીશ્રી ઓની મિટિંગ માનનીય એન.એચ.ગઢવી સાહેબ, માનનીય શાસનાધિકારી સાહેબ, સી આર.સી.સાહેબ, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હરગોવનભાઈ દેસાઈ, મુસ્તુફાભાઈ મીર ની ઉપસ્થિતિ માં યોજવામાં આવી.
દાતા શ્રી તરફથી રૂપિયા 11000/- નું માતબર રકમનું દાન કરવામાં આવ્યું. દાતા શ્રી નો શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર.....
આમ અમારો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.
"" ભારત માતાકી જય """


























































