Monday, February 22, 2021

વિશ્વ માતૃભાષા દિવસ........21/02/21












"માતૃભાષા ની મીઠાશ તો જુઓ.........

ખારા નમકને પણ 'મીઠું' કહીએ છીએ "


"સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય".

મિત્રો  ,

 એક સરસ અવસર આવી રહ્યો છે. આપણી માતૃભાષાને વધાવવાનો,  માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો, કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ?..

૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ.આપણે આપણી ભાષા માટે આજે ગૌરવ લેશું. 

ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે. માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે? જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું, મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.આ ભાવ આંખ અને, દિલ​ જે ​અનુભ​વે છે ત્યારે તેની ​અસર ચિરકાળ ​રહે છે. કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષા નું જ્ઞાન હોય પણ તેને વિચારો કે સપના તો તેને પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે.ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજુ કરે .પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! ટુકમાં માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ.ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય

“છતે મા,પારકી મા સારી લાગે ખરી  ?”,

 કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

              આજરોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નંબર ૮ સિદ્ધપુર માં વિશ્વ માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ એ વકતૃત્વ સ્પર્ધા તથા માતૃભાષા ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક બાળકને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા .







































Thursday, February 18, 2021

ચલો.. સ્કુલ... ચલે...........18/02/2021

 આજરોજ તા. 18/02/2021 ના દિવસે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર ૮ સિદ્ધપુર ના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ઓ ને  માસ્ક, સેનેટાઈઝ અને સરકાર શ્રી ની S. O. P મુજબ શાળામાં સ્વાગત કરવામાં આવ્યું .










વીડિયો જોવા અહીં ક્લિક કરો 

યુ ટ્યુબમાં  વીડિયો જોવા અહીં ક્લિક કરો 

Saturday, February 13, 2021

માતૃ પિતૃ દિવસની ઉજવણી....... 14/02/21


















માતૃ પિતૃ દિન.......
કહેવાય છે કે મા-બાપની સેવા કરવી એ આપણો ધર્મ છે અને એ ધર્મ પાળવો જરૂરી છે. સતયુગમાં શ્રી રામે માતાના વચનનું પાલન કર્યું હતું. શ્રી કૃષ્ણે પણ પોતાના માતા પિતા પ્રત્યેનો ધર્મ બજાવ્યો હતો. તો ગણેશજીએ પણ પોતાની માતા માટે મસ્તક આપી ધર્મ નિભાવ્યો હતો. તેમજ માતા પિતાની પ્રદક્ષિણા કરી તેને બ્રહ્માંડની પ્રદક્ષિણા ગણાવી. હતી.

છેલ્લા કેટલાક વર્ષોથી દેશની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે, અને વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે , રોઝ ડે, પ્રપોઝ ડે, થર્ટી ફર્સ્ટ ડે જેવા વિવિધ પશ્ચિમી ડે ની ઉજવણી કરી રહી છે. સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલી તેઓ માઈક્રો પરિવાર તરફ વળી ગયા છે. જે માતા પિતાએ પોતાના જીવનની આહુતિ આપી બાળકોની જિંદગી બનાવે છે તે જ બાળકો મોટા થઈને માતા પિતાને ભૂલી જાય છે. ભારતીય સંસ્કૃતિ દિવસે ને દિવસે વિસરાઈ રહી છે તેની સામે આગામી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે, જેની પશ્ચિમી રીતભાત મુજબ ઉજવણી થાય છે. તેની સામે ભારતીય સંસ્કૃતિના જતન માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર  નં. 8 ના વિદ્યાર્થીઓ એ અમારા માનનીય શાસનાધિકારી  ડો. હિતેશ ભાઇ પટેલ સાહેબની પ્રેરણા અને નવાચારથી   14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ દિવસની અનોખી રીતે ઉજવણી કરી. કોરોના જેવી વૈશ્વિક મહામારી ના સમય માં વિદ્યાર્થી ઓ શાળામાં આવી શકતા નથી ત્યારે બાળકોએ  ઘેર રહીને પોતાના માતાપિતાને ખુરશી પર  બેસાડીને કુમકુમ તિલક કરી, દિપ પ્રગટાવી ને આરતી ઉતારીને પૂજન કરીને કર્યુ.પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવીને વિશ્વમાં 14મી ફેબ્રુઆરીને એક અલગ પ્રેમના પર્વ તરીકે ઉજવાય છે ત્યારે જગતમાં અપેક્ષા વગરનો અને નિ:સ્વાર્થ પ્રેમ જો કોઈનો હોય તો તે માતાપિતાનો છે. આપણે જેમ ભગવાનનું પુજન કરીએ છીએ એવી રીતે મંત્રોચ્ચાર સાથે બાળકોના માતાપિતાને બેસાડી બાળકોએ પૂજન કર્યું હતું. માતા પિતા એ પણ પોતાના બાળકોને આશીર્વાદ આપી ભાવવિભોર બન્યા.....વાલીઓએ પણ આ નવા અભિગમ ને વધાવી અભિભૂત થયા. 











































 વીડિયો જોવા અહીં ક્લિક કરો  


Thursday, February 11, 2021

કોરોના વેક્સિન............

































































*😊અમે કોરોના💉રસી લીધી છે😊*

*ભારત સરકાર અને વૈજ્ઞાનિકોના કર્મઠ પ્રયત્નો દ્વારા નિર્મિત સંજીવની બુટી એવી "કોરોના રસી" લઈને આજે અમે અમારી જાત ને કોરોના કવચ મેળવી સુરક્ષિત કરી અમારા પરિવાર અને રાષ્ટ્ર ના be ને સુરક્ષિત કરવા ના પ્રયાસો માં તેમના કાર્ય મા શ્રદ્ધા અને વિશ્વાસ  વ્યક્ત કર્યો છે...!!*ખૂબ  ખૂબ આભાર.






શેરી શિક્ષણ...........



  
શાળા બંધ છે, પણ શિક્ષણ અવિરત ચાલુજ છે. " પ્રા. કુમાર શાળા નંબર ૮ ના શિક્ષકોએ  અમારા માનનીય  શાસનાધિકારી સાહેબ ડો. હિતેશભાઇ પટેલ સાહેબ અને સી. આર. સી.  સાહેબ શ્રી ધીરજભાઈ ના નવા અભિગમ એટલે કે  " શેરી શિક્ષણ" દ્વારા હોમલર્નિંગ ના કાર્યક્રમને વેગવંતુ બનાવ્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે બાળકો શાળાએ આવી શકતા નથી ત્યારે ગુરુજનો બાળકોના આંગણે જઈ વિવિધ માધ્યમો દ્વારા ખુબજ અસરકારક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજ રોજ ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓને વિષયવસ્તુનું  ગમ્મત સાથે જ્ઞાન આપ્યુ. આવી પરિસ્થિતિ માં વિધાર્થીઓના મુખ ઉપર જિજ્ઞાસા તો શિક્ષકોના મુખ ઉપર પોતાના વિધાર્થીઓને માટે મહામારીની આ વિષમ પરિસ્થિતિ માં કંઈક કર્યાનો સંતોષ જોઈ ખૂબ ગર્વ ની લાગણી અનુભવી.  
                દરેક શિક્ષકો એ  સી. આર. સી. સાહેબના માર્ગદર્શન અનુસાર આયોજન કરી ટીમ બનાવી અને શેરી શિક્ષણ  જુદી જુદી જગ્યાએ આપવામાં આવે તેવુ આયોજન કર્યું. વિદ્યાર્થી ઓ ને ફોન અને વોટ્સ અ।પ દ્વારા   પણ જાણ કરી.બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ ભેર ભણવા માટે આવવા લાગ્યા. શિક્ષકો એ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને ભણાવ્યા. વાલીઓ  પણ અભિભૂત થયા..........
      અને....  હા.... અમારા વિદ્યાર્થીઓ એ સામેથી અમને કહ્યું કે બેન અમે તો સરકાર શ્રી ની ગાઇડલાઇન પ્રમાણે   માસ્ક પહેરીને આવીશું..... સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું...... વારંવાર હાથ પણ ધોઈશું.......