માતૃ પિતૃ દિન.......
કહેવાય છે કે મા-બાપની સેવા કરવી એ આપણો ધર્મ છે અને એ ધર્મ પાળવો જરૂરી છે. સતયુગમાં શ્રી રામે માતાના વચનનું પાલન કર્યું હતું. શ્રી કૃષ્ણે પણ પોતાના માતા પિતા પ્રત્યેનો ધર્મ બજાવ્યો હતો. તો ગણેશજીએ પણ પોતાની માતા માટે મસ્તક આપી ધર્મ નિભાવ્યો હતો. તેમજ માતા પિતાની પ્રદક્ષિણા કરી તેને બ્રહ્માંડની પ્રદક્ષિણા ગણાવી. હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી દેશની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે, અને વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે , રોઝ ડે, પ્રપોઝ ડે, થર્ટી ફર્સ્ટ ડે જેવા વિવિધ પશ્ચિમી ડે ની ઉજવણી કરી રહી છે. સંસ્કૃતિ અને સંસ્કાર ભૂલી તેઓ માઈક્રો પરિવાર તરફ વળી ગયા છે. જે માતા પિતાએ પોતાના જીવનની આહુતિ આપી બાળકોની જિંદગી બનાવે છે તે જ બાળકો મોટા થઈને માતા પિતાને ભૂલી જાય છે. ભારતીય સંસ્કૃતિ દિવસે ને દિવસે વિસરાઈ રહી છે તેની સામે આગામી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે, જેની પશ્ચિમી રીતભાત મુજબ ઉજવણી થાય છે. તેની સામે ભારતીય સંસ્કૃતિના જતન માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર નં. 8 ના વિદ્યાર્થીઓ એ અમારા માનનીય શાસનાધિકારી ડો. હિતેશ ભાઇ પટેલ સાહેબની પ્રેરણા અને નવાચારથી 14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ દિવસની અનોખી રીતે ઉજવણી કરી. કોરોના જેવી વૈશ્વિક મહામારી ના સમય માં વિદ્યાર્થી ઓ શાળામાં આવી શકતા નથી ત્યારે બાળકોએ ઘેર રહીને પોતાના માતાપિતાને ખુરશી પર બેસાડીને કુમકુમ તિલક કરી, દિપ પ્રગટાવી ને આરતી ઉતારીને પૂજન કરીને કર્યુ.પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવીને વિશ્વમાં 14મી ફેબ્રુઆરીને એક અલગ પ્રેમના પર્વ તરીકે ઉજવાય છે ત્યારે જગતમાં અપેક્ષા વગરનો અને નિ:સ્વાર્થ પ્રેમ જો કોઈનો હોય તો તે માતાપિતાનો છે. આપણે જેમ ભગવાનનું પુજન કરીએ છીએ એવી રીતે મંત્રોચ્ચાર સાથે બાળકોના માતાપિતાને બેસાડી બાળકોએ પૂજન કર્યું હતું. માતા પિતા એ પણ પોતાના બાળકોને આશીર્વાદ આપી ભાવવિભોર બન્યા.....વાલીઓએ પણ આ નવા અભિગમ ને વધાવી અભિભૂત થયા.
વીડિયો જોવા અહીં ક્લિક કરો
Saturday, February 13, 2021
માતૃ પિતૃ દિવસની ઉજવણી....... 14/02/21
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment