" શાળા બંધ છે, પણ શિક્ષણ અવિરત ચાલુજ છે. " પ્રા. કુમાર શાળા નંબર ૮ ના શિક્ષકોએ અમારા માનનીય શાસનાધિકારી સાહેબ ડો. હિતેશભાઇ પટેલ સાહેબ અને સી. આર. સી. સાહેબ શ્રી ધીરજભાઈ ના નવા અભિગમ એટલે કે " શેરી શિક્ષણ" દ્વારા હોમલર્નિંગ ના કાર્યક્રમને વેગવંતુ બનાવ્યું છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે બાળકો શાળાએ આવી શકતા નથી ત્યારે ગુરુજનો બાળકોના આંગણે જઈ વિવિધ માધ્યમો દ્વારા ખુબજ અસરકારક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજ રોજ ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓને વિષયવસ્તુનું ગમ્મત સાથે જ્ઞાન આપ્યુ. આવી પરિસ્થિતિ માં વિધાર્થીઓના મુખ ઉપર જિજ્ઞાસા તો શિક્ષકોના મુખ ઉપર પોતાના વિધાર્થીઓને માટે મહામારીની આ વિષમ પરિસ્થિતિ માં કંઈક કર્યાનો સંતોષ જોઈ ખૂબ ગર્વ ની લાગણી અનુભવી.
દરેક શિક્ષકો એ સી. આર. સી. સાહેબના માર્ગદર્શન અનુસાર આયોજન કરી ટીમ બનાવી અને શેરી શિક્ષણ જુદી જુદી જગ્યાએ આપવામાં આવે તેવુ આયોજન કર્યું. વિદ્યાર્થી ઓ ને ફોન અને વોટ્સ અ।પ દ્વારા પણ જાણ કરી.બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ ભેર ભણવા માટે આવવા લાગ્યા. શિક્ષકો એ પણ ખૂબ ઉત્સાહથી બાળકોને ભણાવ્યા. વાલીઓ પણ અભિભૂત થયા..........
અને.... હા.... અમારા વિદ્યાર્થીઓ એ સામેથી અમને કહ્યું કે બેન અમે તો સરકાર શ્રી ની ગાઇડલાઇન પ્રમાણે માસ્ક પહેરીને આવીશું..... સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું...... વારંવાર હાથ પણ ધોઈશું.......








No comments:
Post a Comment