આજે તા.5-8-23 ના રોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 માં બાળસંસદની રચના કરાઈ હતી. લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા કરાઈ હતી. જેમાં ઈવીએમની મોબાઈલ એપ થકી બાળકોને વોટિંગ કરવાનો મોકો અપાયો હતો. બાળસંસદની રચનામાં મતકુટીર બનાવી, પ્રિસાઈડિંગ ઓફિસરની નિગરાનીમાં જ આઈ કાર્ડ બતાવીને જ વોટિંગ કરવામાં આવે તેવું આયોજન કર્યું હતું.
ઈવીએમ મશીનની મોબાઈલ એપ કાઢી તેના પર વોટિંગ કરાવડાવ્યું હતું. મોબાઈલ મતકુટીરમાં મૂક્યો હતો. એક વિદ્યાર્થીને કંટ્રોલ યુનિટમાં બેસાડ્યો હતો. જે કમાન્ડ આપે એ પછી જ વિદ્યાર્થી વોટ આપી શકે. વોટ આપ્યા બાદ તેમની આંગળી પર વોટ આપ્યાનું ચિહ્ન પણ કરાયું હતું.
વીડિયો જોવા અહીં ક્લિક કરો.





















No comments:
Post a Comment