જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 માં તા.4-8 -2023 ના રોજ ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળમેળામાં બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગડીકામ , બાળવાર્તા આધારિત નાટક, કૂકર નું ઢાંકણ બંધ કરવું,ખીલી મારવી,સાયકલ ના ટાયરને પંક્ચર રીપેર કરવું,મહેંદી સ્પર્ધા,આસોપાલવના પાનનું તોરણ બનાવવું,જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
બધા જ બાળકોએ સરસ મજાની. પ્રવૃત્તિઓ માં હોંશભેર ભાગ લીધો.આમ અમારો કાર્યક્રમ સંપન્ન થયો.



















No comments:
Post a Comment