૮ મી માર્ચ ૨૦૧૯ નો દિવસ એ"આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણીનો દિવસ છે.આજે અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અમારી શાળાનાં શિક્ષિકા બહેન શ્રી રાહીબેન, પારૂલબેન, નિર્મળાબેને મહિલા દિવસનુ મહત્વ સમજાવ્યું. ભારતના નારી રત્નો વિશે સુંદર છણાવટ કરી. સ્રી એ સર્જનહારનું ઉત્કૃષ્ટ સર્જન છે .સ્રીએ આગળ વધવા માટે શિક્ષણ મેળવવું પડશે. સમાજમાં સ્રી જાગૃતિ લાવવા માટે સ્રીઓ એ જ જાગ્રત થવુ પડશે. અને તેના માટે શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. તેવી સમજ બહેન શ્રી નિર્મળાબેને આપી.
"Education is the most
powerful weapon
which you can use to
change the world "
કહેવાય છે કે "એક સારી માતા સો શિક્ષકો ની ગરજ સારે છે "બાલિકાઓને ખૂબ વધુ ભણવાની સમજ આપી.
ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ એ ભારતની મહાન સન્નારીઓ વિશે સરસ મજાનું વક્તવ્ય રજુ કર્યું. આમ મહિલા દિવસની શાનદાર ઉજવણી થઇ. બાળકોને ખૂબ ખૂબ અભિનંદન.
 |
| મહિલા દિન વિશે વક્તવ્ય આપતા શ્રી નિર્મળાબેન |
 |
| રાહીબેન |
 |
| પારૂલબેન |
 |
| બાળવકતા - કમલેશ |
 |
| અજય |
 |
| સિધ્ધિ |
 |
| ઉર્વશી |
 |
| અભિ |
Very good 👍
ReplyDelete