આજરોજ અમારી શાળામાં તારીખ ૨૬/૦૬/૨૦૧૯ ના રોજ બાળ મેળા(ધોરણ૧થી૫) અને લાઇફસ્કીલ મેળાનું (ધોરણ ૬ થી ૮) આયોજન કરવામાં આવ્યું.જેમા શાળાના મુખ્ય શિક્ષક,સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ભાગ લઇ અનેરો ઉત્સવ ઉજવ્યો હતો.
જેમાં અલગ-અલગ ચાર્ટ, કાગળકામ, છાપકામ, ચિટક કામ,ચિત્રોમાં રંગપૂરણી, હેર સ્ટાઇલ બનાવવી ,રંગોળી પૂરવી,મહેંદી મૂકવી તવી ઉપર ડિઝાઇન દોરી રંગ પૂરવા, સાઈકલ પંક્ચર રીપેર કરવુ, ફયુઝ બાંધતા શીખવું, રૂ માંથી દિવેટ બનાવવી, માટીકામ, કૂકર ને ઢાંકણ બંધ કરવુ, વગેરે કામ બાળકો દ્નારા કરવામાં આવ્યા હતા જેમાં તમામ બાળકોએ ઉલ્લાસથી ભાગ લીધો હતો.
માનવજીનની તમામ પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ એ આનંદની પ્રાપ્તિ હોય છે. એ નિઃશંક વાત છે. આમ, તો માનવી આજના યુગમાં આનંદપ્રાપ્તિના અનેકાનેક સાધનો છે, પણ સર્જનનો આનંદ તે સર્વમાં શ્રેષ્ઠ છે. શાળા કક્ષાએ બાળકો માટે સર્જનની વિશાળ તકો રહેલી છે, એ પછી ચિત્ર હોય, માટીકામ હોય, કાગળકામ હોય કે પછી વિવિધ છાપ ઉપસાવવાનું કામ હોય આ સર્વ સર્જન બાળકોમાં છુપાયેલી સર્જન શક્તિને વિકસાવવાની સાથે સાથે સર્જનના આનંદમાં આળોટવાની તક પણ આપે છે. આવા જ સર્જનમાં તન્મય અમારી શાળાના બાળકો નીચેની તસવીરોમાં જોઈ શકાય છે.
 |
| બાળકોની અમૂર્ત કલ્પનાનું મૂર્ત રૂપ......... |
રંગપૂરણી કરતા બાળકો
 |
| હેર સ્ટાઇલ |
માટીની કલાડી ઉપર રંગપૂરણી
 |
| કાગળકામ કરતા બાળકો |
 |
| શિક્ષિકા બહેન સાથે છાપકામ કરતા ભૂલકાઓ |
 |
| માટીની મજા...... |
 |
| આસોપાલવના તોરણ બંધાવુ.......... |
સાઈકલ મારી સરરર જાય.......
 |
| વજન અને ઉંચાઇ માપતા બાળકો |
 |
| ચીટકકામ |
 |
| સહિયર મહેંદી લેશુ...... |
 |
| મારુ સર્જન |
| માર્ગદર્શન આપતા શાળાના શિક્ષિકા બહેન શ્રી ઉજ્જવલ બેન |
 |
| કૂકર ને ઢાંકણ બંધ કરતી બાળાઓ |
 |
| મારી કલ્પનાઓ... |
 |
| રંગોળી..... |
 |
| એક અનોખુ સર્જન...... |
 |
| ઇસ્ત્રી કરતી બાળા |
 |
| નવસર્જન....... |
 |
| પાંદડામાંથી પ્રાણી અને પક્ષીના ચિત્રો |
આપને અમારાં બાળકોનું સર્જન કેવું લાગ્યું તે આપ આપના મહામૂલા પ્રતિભાવો થકી અમને। જણાવશો તો અમારો અને અમારાં બાળકોનો ઉત્સાહ વધશે.
No comments:
Post a Comment