Tuesday, September 6, 2022

શાળાનો જન્મોત્સવ......

 Happy birthday Our School

            આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ શાળાઓના જન્મદિવસની ઉજવણી થાય એવુ સુવિચારુ આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને વધાવતા અમારી શાળાના જન્મદિવસ ઉજવણીનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સુંદર રીતે શણગારવામાં આવી.

        અમારી શાળાની સ્થાપના 5 મી સપ્ટેમ્બર 1969 ના રોજ થઈ હતી.53 વર્ષ પૂર્ણ કરી 54 મા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે. તે નિમિત્તે બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

         કાર્યક્રમની શરુઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી.જેના શબ્દો હતા "શબ્દમાં સમાય નહીં એવો તું મહાન ..."

           ત્યારબાદ પધારેલ મહેમાનોનું સ્વાગત શાળાની બાળાઓએ  સ્વાગત ગીત દ્વારા કર્યું. જેના શબ્દો હતા" આવો આવો મોંઘેરા મહેમાન આવો રે "  

          ત્યાર પછી શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા મહેમાનોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.

       ત્યાર પછી શાળાના બાળકો દ્વારા  બ્રાઝીલ ડાન્સ, દેશભક્તિ ગીત નો ડાન્સ ,રાજસ્થાની નૃત્ય , નાના ભૂલકાંઓ દ્વારા બાળગીત, શિક્ષક દિન વિશે વકતવ્ય, આપણા વ્યવસાયકરોનો અભિનય જેવા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા.

         ત્યારબાદ  માનનીય શાસનાધિકારી સાહેબ શ્રી એ તેમજ સી.આર.સી કો. ઓર્ડીનેટર શ્રી  ધીરજભાઈ સાહેબે પણ પ્રસંગને અનુરૂપ ખૂબ જ પ્રેરણા દાયક ઉદબોધન  કર્યું.

      શાળાના ભુતપૂર્વ વિધાર્થી તેમજ નગરપાલિકા ના દંડક શ્રી કનુજી ઠાકોરે  પણ શાળાના શિક્ષકો નો ખૂબ આભાર માન્યો.

      શાળાનાં શિક્ષિકા બેન શ્રી પારૂલ બેને  શાળાની યશોગાથા રજૂ કરી.

                વર્ષ 2022-23 માં પ્રતિભાશાળી વિધાર્થીઓને માનનીય શાસનાધિકારી સાહેબ ના હસ્તે  સન્માન કરવામાં આવ્યું. તેમજ શિષ્યવૃત્તિ ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મહેમાનો ના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

           શાળાના 54 માં સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં પધારેલ મહેમાનોના હસ્તે કેક કાપવામાં આવી.

          આ બધા કાર્યક્રમને સુશોભિત કરનાર દાતાશ્રી જગદીભાઈ નું માનનીય શાસનાધિકારી સાહેબ ના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. શાળાનાં શિક્ષિકા બેન શ્રી નિર્મળાબેને પણ દાતા શ્રી જગદીશભાઈ નું સાલ ઓઢાડી સન્માન કર્યું. દાતા શ્રી એ 5000 રૂપિયા રોકડા શાળાને દાનમાં આપ્યા. દાતા શ્રી નો ખુબ ખુબ આભાર કે જેમને શાળાના આ શુભ પ્રસંગે બાળકોને તિથિ ભોજન આપીને શાળાના જન્મદિન નિમિતે શાળાને સહકાર આપ્યો છે.શ્રી જગદીશભાઈ આ રીતે સેવા કરતા રહે એવી પ્રભુ એમને શક્તિ આપે.

        છેલ્લે શાળા ના શિક્ષિકા શ્રી નિર્મળાબેન દ્વારા  ગરિમાપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પધારેલ સર્વે મહેમાનો તેમજ વાલીગણ નો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો.

          દાતા શ્રી જગદીશભાઈ દ્વારા આપવામાં આવેલ તિથિ ભોજન ના મિષ્ટાન્ન નો બાળકોએ ભરપેટ સ્વાદ માણ્યો.

           સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ  સંચાલન  કરનાર ઉત્સાહી શિક્ષિકા બેન શ્રી રાહી બેન નો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ....

          આમ અમારી શાળાના જન્મોત્સવ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.


પ્રાર્થના કાર્યક્રમ.....


સ્વાગત ગીત....

માનનીય શાસનાધિકારી સાહેબ નું 
પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત...

સી. આર.સી. સાહેબનું
પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત...

દાતા શ્રી જગદીશભાઈ નું
પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત..

દંડક શ્રી કનુજી ઠાકોરનું
પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત...


શાસનાધિકારી સાહેબ દ્વારા પ્રવચન...




સુથાર ભાઈ.....

ખેડૂત ભાઈ.....



ડૉકટર....


શિક્ષક......









પ્રતિભાશાળી વિદ્યાર્થી દ્વારા
કેક કાપી....










સી. આર.સી. સાહેબ દ્વારા પ્રવચન...



શાળાની યશોગાથા....






દાતા શ્રી જગદીશભાઈ નું
સાલ ઓઢાડી સન્માન.....

પ્રતિભાશાળી વિદ્યાર્થી...

પ્રતિભશાળી વિદ્યાર્થી......પાર્વતી


















No comments:

Post a Comment