Friday, April 8, 2022

ધો.- 8 શુભેચ્છા કાર્યક્રમ ઊજવણી 2022

            અમારી પ્રાથમિક કુમાર શાળા નંબર- 8 માં  આજ રોજ તા.7/4/22 ને ગુરુવાર ના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ અને સાંસ્કૃતિક  કાર્યક્રમ ખુબ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો. આમંત્રિત મહેમાનો , ગ્રામજનો , શિક્ષક સ્ટાફ તથા અમારા શાળારૂપી બગીચાના પુષ્પો એટલે કે અમારા વિદ્યાર્થીઓ એમ દરેક જણ ખુબ જ આત્મીયતા અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા .


                          પ્રકૃતિ નો નિયમ છે કે સૂરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકશે.. ફુલ ઉગે છે કરમાવા માટે કારણ કે ફુલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફુલ ખિલશે.. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે. વિદાય નક્કી જ હોવા છતાં વસમી લાગે છે તેનું કારણ ઈશ્વરે માનવની અંદર મન અને હૃદયનું સર્જન કર્યું એ છે. લાગણી અને સ્નેહ વડે જ સુંદર દુનિયાનું સંચાલન થાય છે .

               શાળા પરિવારે મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ શાબ્દિક કર્યું.




           સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત સુંદર સમૂહ પ્રાર્થના રજુ થઇ .જેના શબ્દો હતા...."શબ્દમાં સમાય નહી એવો તું મહાન"....




        ત્યારબાદ ધો.8 ના વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીત અભિનય સાથે પ્રદર્શિત કર્યું .



  આ પછી શાળાની  ધોરણ - 8 ની વિદ્યાર્થીની જાનકીબેને વિદાય વિશે વક્તવ્ય આપ્યું.


  ત્યારબાદ ધો.8 ની વિદ્યાર્થિની ઉર્વશીબેને શાળા જીવનના અનુભવો અને વિદાયની વસમી વેળાનાં સમય વિશે પોતાના  મનોભાવ વ્યક્ત કર્યા. 

             અહી સંસ્કારો સાથે મેળવેલા ઉત્તમ શિક્ષણને , ટેકનોલોજી સાથે મેળવેલ શિક્ષણને ,નવીન પદ્ધત્તિઓ સાથે મેળવેલ શિક્ષણને અમે ક્યારેય ભૂલી નહી શકીએ. નિષ્ઠા અને ખંતપૂર્વક અભ્યાસ કરાવતા ગુરુજનો પ્રત્યેના આદરભાવ વ્યક્ત કરતું ઉત્તમ વક્તવ્ય આપ્યું  . તેમણે જણાવ્યું કે , “ આ શાળાના સંસ્મરણો હંમેશા તેઓને યાદ રહેશે અને દરેક વિષયનું અમને ઉત્તમ શિક્ષણ મળ્યું છે”.  અહી ઉત્તમ શિક્ષણ અને સહભ્યાસિક પ્રવૃત્તિઓ થી  થયેલા સર્વાંગીણ વિકાસ માટે ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી....

       ત્યારબાદ પ્રાસંગિક વક્તવ્ય શ્રી હીનાબેન ચાવડાએ કર્યુ. વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.



ધોરણ- 8 ની બાળાઓ દ્વારા " ઘૂમર ઘૂમર ઘૂમે રે" નૃત્ય  ખુબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું. દરેક કૃતિઓ માટે મહેમાનો દ્વારા કાર્યક્રમમાં ભાગ  લીધેલ બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા.


ધોરણ- 8 ની બાળા અંજલિબેન દ્વારા એકપાત્રીય અભિનય રજૂ કરવામાં આવ્યો.




ધોરણ- 8 ના વર્ગશિક્ષક બહેન શ્રી રાહીબેને બાળકોને શુભેચ્છાઓ પાઠવી.




             ધોરણ ૮ ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ શાળાને વિદ્યાર્થીઓ માટે સફેદ ટી શર્ટ (નંગ -25)  ભેટ આપી.

              તમે તમારી યાદ હમેશા માટે આ શાળામાં રાખીને જવાના છો તમારો શાળા અને ગુરુજનો  પ્રત્યેનો આદર , શાળા પ્રત્યેની ઉમદા લાગણી , શિક્ષણ તરફની ઉત્કૃષ્ટતા , એકબીજાને મદદરૂપ થવાની ભાવના , નમ્રતા , નિખાલસતા , તમારુ ભોળપણ ,વાણીની મધુરતા , શાળાના દરેક કામમાં ઉત્તમ ભાગીદારી ,સહાધ્યાયી પ્રત્યે ભાતૃભાવ ,નિર્દોષ બાળપણ સહજ તોફાન મસ્તી , અમને શાળા પરીવારને સદાય યાદ રહેશે .

      અમારી મમતા સોસાયટીના લોકલાડીલા દાતા શ્રી જગદીશભાઈ નાથાલાલ પરમારે શાળાને 5000/- રુપિયાનું  દાન આપ્યું.તેઓશ્રી અવારનવાર શાળામાં આવીને દાન આપે છે.દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર...









       
                   પછી શાળાના આચાર્ય શ્રી દ્વારા બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું.



 

            સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રાહીબેને પોતાની સરસ અને મૃદુ  શૈલીમાં  કાર્યક્રમને સરસ રીતે સંચાલિત કરેલ. વ્યવસ્થાઓમાં સૌ શિક્ષકમિત્રો એ સહભાગી બની આયોજનને સુપેરે સફળ બનાવેલ છે....................

      આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો , ગ્રામજનો અને આયોજનને સફળ બનાવવા દરેક નાનામોટા કામમાં સહભાગી બનેલા દરેકનો શાળા પરિવાર આભાર માને છે.  આ દિવસે   સાંસ્કૃતિક કાર્યક્રમમાં દાનમાં ધનરાશિ મળેલ છે અને તે માટે શાળા પરિવાર સૌનો આભારી છે.





વીડિયો જોવા અહીં ક્લિક કરો.

વીડિયો જોવા અહીં ક્લિક કરો

વીડિયો જોવા અહીં ક્લિક કરો



No comments:

Post a Comment