Pages

Tuesday, February 21, 2023

શૈક્ષણિક પ્રવાસ...17/2/23

             તા.17/2/2023 ના રોજ અમારી  "પ્રાથમિક કુમાર શાળા નંબર-8”માથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રવાસનું આયોજન શાળાના  શિક્ષિકાબેન  શ્રીમતી દર્શનાબેન ,શાળાના આચાર્ય શ્રી અને અન્ય  શિક્ષિકા બહેનો પારુલબેન, મનીષાબેન, ઝલકબેન, રાહીબેન, ઉજ્જવલબેન સૌએ ભેગા મળીને કર્યું હતું.પ્રવાસના સ્થળોની પસંદગી વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવી હતી પીપળી ધામ,પાટડી,બહુચરાજી, મોઢેરા જેવા સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા.  અમે તા.17/2/2023 ના રોજ સૌ બાળકો અને શિક્ષકો સવારના 5:30 કલાકે શાળાએ  તૈયારી સાથે પહોચ્યા હતા. શાળાએથી 6:30 કલાકે પ્રવાસે જવા પ્રસ્થાન કર્યું હતું. બસમાં ગીતો ગાતા ગાતા અને નાચતા 11:00 કલાકે અમે સૌ પીપળીધામ પહોચ્યા હતા. જ્યાં અમે રામાપીર ના દર્શન કર્યા હતા. દર્શન બાદ અમે સૌએ પાસે આવેલી ભોજનશાળામાં સાથે મળીને ભોજન લીધું હતું અને  ત્યાં થોડો સમય અમે મંદિર પરીસરની મુલાકાત કરી  હતી.ત્યારબાદ  અમે ઘુડખર અભયારણ્ય જોવા પહોચ્યા હતા.  ઘુડખર અને જુદા જુદા પક્ષીઓ જોઈ અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાંથી પાટડી જવા નીકળ્યા હતા. ત્યાં અમે 2:25 કલાકે પહોચ્યા હતા. ત્યાં અમે સ્વામિનારાયણ ભગવાનના  દર્શન કર્યા બાદ અમે વિવિધ રાઈડની મઝા માણી હતી અને પ્રાકૃતિક વાતાવરણનો આનંદ લીધો હતો. જુદાજુદા શો, મીની ટ્રેન જાયંટ વ્હીલ ઝુલા  વગેરે જેવી રાઈડમાં બેસીને બાળકોએ ખૂબ મઝા કરી.અમે બધાએ ભેગા મળીને પાવભાજી  ખાધી હતી. અને ખરીદી પણ કરી હતી.ત્યાથી અમે મોઢેરા સૂર્યમંદિર જોવા ગયા . 7:30 કલાકે  પહોચ્યા હતા. ત્યાં  લેસર શો જોઈ અમે મંત્રમુગ્ધ થઈ ગયા હતા .  ત્યારબાદ અમે સૌ આખા દિવસની મુસાફરી કરીને થાક્યા હતા અને હળવાશની પળોમાં સેવ મમરા ખાધા. દિવસ દરમ્યાનનો થાક અમને આનંદ આપનારો બની રહ્યો હતો. 8:30 કલાકે અમે સૌ અમારી બસમાં બેસી પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા દિવસ દરમ્યાનની સ્મૃતિઓને વાગોળતાં અમે સૌ 9:30 કલાકે પાછા ઘરે પહોંચ્યા હતા સમગ્ર પ્રવાસ ખુબ જ યાદગાર રહ્યો હતો અને તે દ્વારા બાળકોએ ઘણું નવું જાણ્યું અને શીખ્યા.












ભોજન શાળા... પીપળીધામ







ટ્રેન


ઘુડખર અભયારણ્ય







No comments:

Post a Comment