Pages

Thursday, August 17, 2023

77 મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી - 2023

    *આઝાદીનો અણમોલ અવસર*

           આઝાદીના અણમોલ અવસર એવા 77 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નંબર-8 માં રાષ્ટ્રગીત અને દેશ ભક્તિના ગીતો સાથે અપાર ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે  કરવામાં આવી.

        આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિધ્ધપુર શહેર ના પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ શેઠ ના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તેઓ શ્રી એ પ્રસંગ ને અનુરૂપ ઉદ્બોધન કર્યુ હતું.

        ધ્વજવંદન કાર્યક્રમ માં નગર પાલિકાના દંડક શ્રી કનુજી ઠાકોર, કોર્પોરેટર શ્રી શારદાબેન મકવાણા,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.       આમ સ્વતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.

   












Thursday, August 10, 2023

બાળસંસદ...2023-24

          આજે તા.5-8-23 ના રોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 માં  બાળસંસદની રચના કરાઈ હતી. લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા કરાઈ હતી. જેમાં ઈવીએમની મોબાઈલ એપ થકી બાળકોને વોટિંગ કરવાનો મોકો અપાયો હતો.  બાળસંસદની રચનામાં મતકુટીર બનાવી, પ્રિસાઈડિંગ ઓફિસરની નિગરાનીમાં જ આઈ કાર્ડ બતાવીને જ વોટિંગ કરવામાં આવે તેવું આયોજન કર્યું હતું. 

        ઈવીએમ મશીનની મોબાઈલ એપ કાઢી તેના પર વોટિંગ કરાવડાવ્યું હતું. મોબાઈલ મતકુટીરમાં મૂક્યો હતો. એક વિદ્યાર્થીને કંટ્રોલ યુનિટમાં બેસાડ્યો હતો. જે કમાન્ડ આપે એ પછી જ વિદ્યાર્થી વોટ આપી શકે. વોટ આપ્યા બાદ તેમની આંગળી  પર વોટ આપ્યાનું ચિહ્ન પણ કરાયું હતું.






















વીડિયો જોવા અહીં ક્લિક કરો.

બાળમેળો અને લાઈફસ્કીલ...... 2023-24

         જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી  અમારી પ્રાથમિક કુમાર શાળા નં.8 માં તા.4-8 -2023 ના રોજ ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળમેળામાં  બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગડીકામ , બાળવાર્તા આધારિત નાટક, કૂકર નું ઢાંકણ બંધ કરવું,ખીલી મારવી,સાયકલ ના ટાયરને પંક્ચર રીપેર કરવું,મહેંદી સ્પર્ધા,આસોપાલવના પાનનું તોરણ બનાવવું,જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

              બધા જ બાળકોએ સરસ મજાની.       પ્રવૃત્તિઓ માં હોંશભેર  ભાગ લીધો.આમ       અમારો કાર્યક્રમ સંપન્ન થયો.




















Saturday, June 17, 2023

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી -2023

  


   "ઉજવણી"....ઉજ્જ્વળ ભવિષ્ય ની

        સમગ્ર ગુજરાત રાજયમાં 12 જૂનથી શરુ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - 2023 અંતર્ગત અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કુમાર શાળા નં.8 માં તા.13-6-2023 ના રોજ શિક્ષણ નિરીક્ષક શ્રી અનિષાબેન પ્રજાપતિ ની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

      કાર્યક્રમમાં લાયઝન ઓફિસર શ્રી ઘીરજભાઈ સાહેબ ,નગર પાલિકાના દંડક શ્રી કનુજી ઠાકોર, દાતા શ્રી જગદીશભાઈ,કોર્પોરેટર શ્રી શારદાબેન, એસ.એમ.સી અધ્યક્ષ શ્રી દિનેશભાઈ તેમજ ભૂતપૂર્વ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ, ભૂતપૂર્વ શિક્ષિકાબેન શ્રી નિર્મળાબેન ,વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

      કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય શ્રી ભરતભાઇ પટેલે કર્યુ.

ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું.

        નવી શિક્ષણ નીતિ મુજબ 5 થઈ 6 વર્ષના બાળકોને બાલવાટિકામાં તેમજ આંગણવાડીના બાળકોને મહેમાન શ્રી ના શુભહસ્તે કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો.

      ધોરણ 3 થી 5 માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થી ને મહેમાનોના હસ્તે ઈનામ આપવામાં આવ્યું. અને ધોરણ 1 થી 5 માં 100% હાજરી આપનાર બાળકોને ઈનામ આપવામાં આવ્યું.

    ત્યારબાદ નાની બાળાઓ દ્વારા બાળગીત રજુ કરવામાં આવ્યું.

   ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ એ સુંદર મજાના યોગ રજુ કર્યા.

આ પ્રસંગે લાયઝન ઓફિસર શ્રી ધીરજભાઈ સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યુ.

      ત્યારબાદ માનનીય  અધ્યક્ષ બેનશ્રી અનિષાબેને  તેમના પ્રવચનમાં કહ્યું હતું કે આ નવા ભવિષ્ય માટે ખૂબ જ સુંદર પ્રસંગ છે.જેમાં સહભાગી થવાનો મોકો વારંવાર મળતો નથી.આ પ્રવેશ મેળવતા બાળકો ખૂબ જ ભણે સારૂ ભણે અને સતત ભણે તેવી શુભેચ્છા પાઠવી હતી.

        દાતા શ્રી જગદીશભાઈ નું માનનીય અધ્યક્ષ શ્રી અનિષાબેન દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.

    ત્યારપછી  માનનીય અધ્યક્ષ  દ્વારા ટ્રાન્સપોર્ટેશન નું ઉદ્ઘાટન લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું.અને પધારેલ મહાનુભાવોના શુભ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

      શાળાના શિક્ષિકાબેન શ્રી પટેલ પારુલબેને સર્વે પધારેલ મહાનુભાવોનો વાલીગણ નો આભાર વ્યક્ત કર્યો.અને કાર્યક્રમ સંપન્ન થયો.

        ત્યારબાદ દાતા શ્રી જગદીશભાઈએ 2100/- રૂપિયા શાળાને ભેટમાં આપ્યા તેમજ બાળકોને શિરો અને મગ તિથિ ભોજન આપવામાં આવ્યું. 

બાળકોએ શિરો અને મગ હોંશે હોંશે ખાધા.