Pages

Monday, October 10, 2022

વયનિવૃત્તિ અભિવાદન સમારોહ

  •        આજે તા.08/10/2022 ને શનિવાર ના રોજ અમારી પ્રાથમિક કુમાર શાળા નં. 8 માં વય મર્યાદા થી નિવૃત્ત થતાં શિક્ષિકા બહેન શ્રી નિર્મળાબેન જાદવ નો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ગરીમા પૂર્ણ અધ્યક્ષ સ્થાન શોભાવનાર માનનીય શાસનાધિકારી સાહેબશ્રી જે. ડી.જોષી સાહેબ, અતિથિ વિશેષ સી.આર.સી. શ્રી ધીરજભાઈ સાહેબ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ શ્રી હરગોવનભાઈ દેસાઈ,મંત્રી શ્રી જગદીશભાઇ કટારા સાહેબ,smc અઘ્યક્ષ શ્રી દિનેશભાઈ તેમજ સભ્યો અને સિધ્ધપુર નગરપાલિકા ના દંડક શ્રી કનુજી ઠાકોર, ભૂતપૂર્વ આચાર્ય  ફુલપુરા શ્રી મહેન્દ્રભાઇ  સાહેબ, ભૂતપૂર્વ આચાર્ય રાજપુર કુમાર શાળા નં.7 તેેેમજ શિક્ષક મંડળી નાંં મંત્રી શ્રી અમરતભાઇ દેેેસાઈ,પે કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી વિનુભાઇ સાહેબ, દરેક શાળાના આચાર્ય સાહેબ શ્રી સર્વે સારસ્વત મિત્રો, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સિધ્ધપુર નાં પ્રમુખ શ્રી તેમજ દાતાશ્રી જગદીશભાઈ ઉપસ્થિત રહ્યા હતા

            કાર્યક્રમની શુભ શરુઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થી કરવામાં આવી. બાળકીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી.જેના શબ્દો હતા "સત્યમ શિવમ સુંદરમ્"

       ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું. જેના શબ્દો હતા"આપ આવો સૌ પધારો"

    પછી શાળાના શિક્ષિકા બહેન શ્રી દર્શનાબેને આમંત્રિત મહેમાનોનું  શાબ્દિક સ્વાગત કર્યું. તે પછી શાળાના શિક્ષક મિત્રો દ્વારા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું.

       ત્યારબાદ ધોરણ - 6 to 8 ની બાળાઓએ કચ્છી નૃત્ય "વાગ્યો રે ઢોલ ભાઇ"સુંદર રીતે રજુ કર્યું.

શાળાનાં શિક્ષિકા બહેન શ્રી પારૂલબેને વિદાય લઈ રહેલા નિર્મળાબેન વિશે પોતાના મનોભાવો વ્યકત કર્યાં.શ્રી રાહીબેને પણ પોતાના ઊર્મિ ભાવો વ્યકત કરતું સુંદર મજાનું કાવ્ય રજૂ કર્યું.

         ત્યાર પછી સી.આર.સી સાહેબ શ્રી ધીરજભાઈ સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું.આમંત્રિત મહેમાનોમાં  પે કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી વિનુભાઇ સાહેબ,પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હરગોવનભાઈ સાહેબ ,શ્રી મહેન્દ્રભાઈ, શ્રી અમરતભાઇ  સાહેબ, અને શ્રી ગોવિંદભાઈ સાહેબે પણ પોતાની હૃદય ની ઊર્મિઓ રજૂ કરી.

     તે પછી  સમારંભના અધ્યક્ષ મહોદય માનનીય શાસનાધિકારી શ્રી જે.ડી.જોષી સાહેબ દ્વારા  શિક્ષણ ખાતાની ૩૮ વર્ષની લાંબી કારકિર્દી બાદ  વયનિવૃત્ત થતા નિર્મળાબેનને  નિવૃત્તિમય જીવન સુખમય નીવડે અને પરિવાર સાથે તંદુરસ્ત જીવનગાળે તેવી શુભેચ્છા આપી હતી.

  ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેન શ્રી મનીષાબેને સન્માનપત્ર નું વાંચન કર્યું.અને માનનીય શાસનાધિકારી સાહેબ ના હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું.

         ત્યારબાદ વિદાયમાન શ્રી નિર્મળાબેને   પોતાની 38 વર્ષની શૈક્ષણિક કારકિર્દી ની લાંબી મજલ ના અનુભવો રજૂ કર્યાં.

માનનીય શાસનાધિકારી સાહેબે નિર્મળા બેનને સાલ ઓઢાડી સન્માન કર્યું.

શાળા પરિવારે નિર્મળાબેનને શ્રીફળ, સાકર,સાલ અને સોનાની વીંટી ભેટ આપીને બહુમાન કર્યું.

નિર્મળાબેનના કુટુંબીજનોએ પણ  સાલ ઓઢાડી અને ગિફ્ટ આપી તેમનું સન્માન કર્યું.

        અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની દરેક શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ દ્વારા સાલ ઓઢાડી વિશિષ્ટ ગિફ્ટ આપી ને સન્માન કર્યું.

     બાળકીઓને પ્રાર્થના, સ્વાગત ગીત, કચ્છી નૃત્ય સુંદર રીતે તૈયાર કરનાર અને માર્ગદર્શન આપનાર ઉત્સાહી શિક્ષિકા મનીષાબેન તેમજ ઝલકબેને ખૂબ જહેમત ઉઠાવી તે બદલ બંને બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર.

     કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન કરનાર અમારા બહેન શ્રી રાહીબેને સંપૂર્ણ આયોજન સુપેરે, સુવ્યવસ્થિત રીતે કરી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. ખૂબ ખૂબ આભાર રાહીબેન....

        કાર્યક્રમના અંતે ભોજન કરવામાં આવ્યું. પછી અમે સૌ છૂટા પડ્યા.

આગળના દિવસે શાળાના બાળકોને મોહનથાળ,પાઉંભાજી,છાસ નું  તિથિ ભોજન આપવામાં આવ્યું.

         આમ અમારો  કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન થયો.